________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૨૧
પુરૂષોમાં ઉત્તમ, પુરૂષોમાં સિંહ સમાન, પુરૂષોમાં ઉત્તમ પુંડરીક (કમળ) સમાન, પુરૂષોમાં શ્રેષ્ઠ ગંધહાથીસમાન, (૩) લોકમાં ઉત્તમ, લોકનાં નાથ, લોકનું હિત કરનાર, લોકમાં દિપક સમાન, લોકમાં પ્રકાશ કરનાર. (૪) અભયદાન આપનાર, શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુ (આંખ) આપનાર, મોક્ષમાર્ગ આપનાર, શરણ આપનાર, સમકિત આપનાર, (૫) ધર્મને આપનાર, ધર્મનો ઉપદેશ આપનાર, ધર્મના નાયક, ધર્મના સારથી, દાન-શીલ-તપ-ભાવ રૂપ ધર્મમાં ચતુરંત શ્રેષ્ઠચક્રવર્તી. (૬) કોઈથી પણ ન હણાય એવા શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શનને ધારણ કરનાર, ચાલ્યું ગયુંછેછદ્મસ્થપણું જેમનું. (૭) રાગદ્વેષને જીતનાર-જીતાડનાર, તરનાર-તારનાર, તત્ત્વના જાણકારજણાવનાર, કર્મથી મુક્ત મુકાવનારા. (૮) સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણરૂપ, અચળ (સ્થિર), રોગ રહિત, અનંત (અંત વિનાનું), અક્ષય (નાશ ન પામે તેવું), અવ્યાબાધ (આધિ, વ્યાધિ, ઉપાધિ રહિત), ફરીથી પાછા આવવાનું નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા, જેઓ રાગદ્વેષને જીતનારા, એવા જિનને અને સર્વ પ્રકારના ભયને જીતનાર (શ્રી અરિહંત પરમાત્મા) ને નમસ્કાર થાઓ. (૯) અને જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા હોય અને જેઓ ભવિષ્યકાળમાં સિધ્ધ થવાનાં છે અને જેઓ હમણાં વર્તમાનકાળમાં વિહરી રહ્યા છે, તે સર્વેને હું મન-વચન-કાયારૂપ ત્રણ કરણથી વંદન કરું છું. (૧૦)
શ્રી હરિભદ્રસૂરિ મહારાજના સંસારી અવસ્થાના ભાણેજો હંસ અને પરમહંસ જે પાછળથી તેમના શિષ્યો બન્યા. તેઓ બંને બૌધશાળામાં ભણવા ગયા, પરંતુ ત્યાં તેમને જૈન જાણી મારી નાંખવાની ગોઠવણ થઈ. તેથી તેઓ બંને ત્યાંથી નાઠા. પરંતુ રસ્તામાં એકને મારી નાખવામાં આવ્યા અને બીજા શિષ્ય બહાદુરી સાથે ઠેઠ ઉપાશ્રય સુધી આવી પહોંચી પાસેનું પુસ્તક ઉપાશ્રયમાં ફેક્યું અને તે પછી બૌધ ભિક્ષુકોએ તેમને મારી નાખ્યા. પછી ભિક્ષુકો પૂ.શ્રી હરિભદ્ર સૂરિશ્વરજીની બીકે નાસી ગયા. તે પુસ્તકમાંથી આ “બૃહતશાંતિ સૂત્ર’ મળી આવેલું છે. ઉપસંહારમાં “શીવાદેવીનું નામ જે શ્રી અરિષ્ઠ નેમિ ભગવંતના માતા શીવાદેવીરૂપે હોઈ શકે. અને આ સ્તોત્ર જ એ દેવીએ બનાવીને શ્રી સંઘને અર્પણ કર્યું હોય અને આ પ્રમાણે આશીર્વાદ આપીને ગયા હોય.