________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૧૯
આગમ-સિદ્ધાંતની સ્તુતિ બોધા ગાધ સુપદ પદવી નીર પૂરા ભિરામ, જીવા હિંસા વિરલ લહરી સંગ માગાહ દેહં.
ચૂલા વેલં ગુરુ ગમ મણિ સંકુલ દૂર પારં,
સાર વીરા ગમ જલ નિધિ સાદરં સાધુ સેવે (૩) સંસારરૂપ દાવાનલના તાપને ઓલવવા માટે પાણી સમાન, મોહ એટલે અજ્ઞાનરૂપી ધૂળને દૂર કરવામાં પવન સમાન, માયા એટલે કપટરૂપી પૃથ્વીને ખોદવામાં તીક્ષ્ણ હળ સમાન, અને મેરુપર્વત જેવા વૈર્યવાન શ્રી મહાવીર પ્રભુને હું નમસ્કાર કરું છું. (૧) ભાવપૂર્વક નમસ્કાર કરનારા દેવો, દાનવો અને મનુષ્યોના સ્વામીઓના મુગટમાં રહેલ ચપળ કમળની શ્રેણિઓથી પૂજાયેલ, વળી નમસ્કાર કરનારા લોકોના મનોવાંછિત જેઓએ સારી રીતે પૂર્ણ કર્યા છે, એવા શ્રી જિનેશ્વર દેવોના ચરણોમાં હું સ્વેચ્છાએ નમસ્કાર કરું છું. (૨) આ આગમ-સમુદ્ર અપરિમિત જ્ઞાનનાં કારણે ગંભીર છે. લલિત પદોની રચનારૂપ જલથી મનોહર છે. જીવદયા સંબંધી સુક્ષ્મ વિચારો રૂપ મોજાઓથી ભરપુર હોવાને લીધે પ્રવેશ કરવામાં કઠિન છે. ચૂલિકા રૂપ વેળા (ભરતી) વાળો છે. આલાયક રૂપી રત્નોથી ભરપૂર છે અને જેનો સંપૂર્ણ પાર પામવો અત્યંત મુશ્કેલ છે. એવા વીરપ્રભુના આગમરૂપી સમુદ્રની હું આદરપૂર્વક સેવા કરું છું. (૩)
| આ સ્તુતિની રચના શ્રી હરિભદ્રસૂરિએ કરેલી છે. તેઓ ગૃહસ્થપણામાં પુરોહિત હોઈ વેદવેદાંતના જાણકાર હતા. દીક્ષિત થયા પછી જૈન શાસ્ત્રોનાં પરમ નિષ્ણાત બન્યા હતા. તેમનું સાહિત્ય વિવિધ, મૌલિક અને ઉંડા ચિંતનવાળું છે. કહેવાય છે કે તેમણે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી હતી, તેમાં ૧૪૪૦ ગ્રંથો રચાઈ ગયા હતા પણ ચાર ગ્રંથો બાકી રહ્યા હતા. તે વખતે તેમણે ૪ ગ્રંથના સ્થાને
સંસારદાવાનલ' શબ્દથી શરૂ થતી ચાર સ્તુતિ બનાવી. તેમાં ચોથી શ્રુતદેવીની સ્તુતિનું પ્રથમ ચરણ રચાયું કે તેમની બોલવાની શક્તિ બંધ થઈ ગઈ, તેથી ત્રણ ચરણરૂપ બાકીની સ્તુતિ તેમના હૃદયનાં અભિપ્રાય મુજબ સંઘે પુરી કરી. ત્યારથી ‘ઝંકારા રાવશબ્દોથી માંડીને બાકીની સ્તુતિ સંઘ દ્વારા ઉચ્ચ સ્વરે બોલાય છે.