________________
૨૧૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સ શુક્ર માસો ભવ વૃષ્ટિ સત્રિભો, દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિરામ્ (૩)
કર્મની સાથે સ્પર્ધા કરનાર અને તે કર્મને જીતીનેમોક્ષને પામેલા અને મિથ્યાદષ્ટિની દષ્ટિથી દૂરએવા શ્રીવર્ધમાન મહાવીર) સ્વામીને નમસ્કારથાઓ. (૧) જે (જિનેશ્વરો)ની પ્રશંસા કરવા લાયક ચરણકમળની શ્રેણીને ધારણ કરતી, એવી ખીલેલા કમળોની શ્રેણીનું સરખાની સાથે મળવું, તે પ્રશંસનીય કહેલું છે. તે જિનેશ્વરો મોક્ષને માટે થાઓ. (૨) જે જિનેશ્વરોના મુખરૂપી મેઘથી નિકળેલો વાણીનો વિસ્તાર કષાયરૂપ તાપથી પીડાયેલા પ્રાણીઓને શાંત કરે છે. (વલી) જે જેઠ માસમાં ઉત્પન્ન થયેલ વરસાદજેવો છે, તે (સિદ્ધાંતરૂપ) વાણીનો વિસ્તારમને સંતોષ કરો. (૩)
(આ થોય પૂર્વાચાર માંથી ઉદ્ધત છે. એટલે સ્ત્રીઓને આ સ્તુતિ બોલવાનો અધિકાર નથી.) આ સ્તુતિમાં અધિકત તીર્થકર શ્રી મહાવીર પ્રભુ, ચોવીસ તીર્થંકર પ્રભુઓ અને શ્રુતજ્ઞાન એમ ક્રમથી ત્રણની સ્તુતિ છે.
(પ્રતિક્રમણની પૂર્ણાહુતિના હર્ષોલ્લાસ માટેની “સંસારદાવાનલ' ની થાય
સ્ત્રીઓએ બોલવી.)
શ્રી મહાવીરસ્વામીની સ્તુતિ સંસાર દાવા નલ દાહ નીરે, સંમોહ ઘેલી હરણે સમીરં, માયા રસા દારણ સાર સીરં, નમામિ વીર ગિરિસાર ઘીરં ()
સર્વ તીર્થકર ભગવંતોની સ્તુતિ ભાવા વિનામ સુર દાનવ માનવેન, ચૂલા વિલોલ કમલા વલિ માલિતાનિ, સંપૂરિતા ભિનત લોક સમી હિતાનિ, કામ નમામિ જિનરાજ પદાનિ તાનિ (૨)