________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૧૧
જે દેવીના ક્ષેત્રને આશ્રય કરીને સાધુઓ વડે ધર્મક્રિયા સધાય છે. તે ક્ષેત્રદેવી હંમેશા સુખ આપનારી થાઓ. (૧)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર | નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં, | નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (1)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
(પછી બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી અને નીચે મુજબ બે વાંદણા દેવા.)
મુહપત્તિ પડિલેહણના ૨૫ બોલ ૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદ્દઉં, ૨- સમ્યત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય,
૪- મિથ્યાત્વ મોહનીય પરિહરે, ૫- કામરાગ, ૬-સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિહરું,
|| P
૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદ, ૧૧- કુદેવ, ૧૨- કુગુરુ, ૧૩- કુધર્મ પરિહરું, ૧૪- જ્ઞાન, ૧૫-દર્શન, ૧૬- ચારિત્ર આદ, ૧૭- જ્ઞાન-વિરાધના, ૧૮- દર્શન-વિરાધના,
૧૯-ચારિત્ર-વિરાધના પરિહ, ૨૦-મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદ,
૨૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિહરું.