________________
૨૧૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(ક્ષેત્ર દેવતાનો કાઉસ્સગ્ગ) (એક નવકારનો કાઉસ્સગ્ન કરી, “નમોહત” કહી નીચેની સ્તુતિ કહેવી.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, કપૂર નમો આયરિયાણં,
નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (1)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
પંચપરમેષ્ઠિને નમસ્કાર નમોહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય
સર્વ સાધુભ્યઃ (1) (આ સૂત્ર સ્ત્રીઓએ ક્યારેય ન બોલવું)
શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાય સાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
_જે ક્ષેત્રને આશ્રયીને મુનિ મહારાજા સંયમ સાધના કરતા હોય, તે ક્ષેત્ર દેવતા સુખ
આપનારા થાઓ તેવી પ્રાર્થના. યસ્યા: ક્ષેત્રે સમાશ્રિત્ય.
સાધુભિઃ સાધ્યતે ક્રિયા સા ક્ષેત્ર-દેવતા નિત્ય, ભૂયા સુખ-દાયિની (1)