________________
મુહપત્તિને ચિત્રમાં બતાવ્યા મુજબ આંગળીઓમાં ભરાવો. પછી આંગળાથી કાંડા (પખોડા) તરફ અને ફરી કાંડાથી આંગળા તરફ (અખોડા) મુહપત્તી વડે ત્રણ ત્રણ વાર પ્રાર્થના કરો, સાથે નીચેના બોલ બોલો - સુદેવ, સુગુરૂ, સુધર્મ, આદરું - પખોડા કુદેવ, કુગુરૂ, કુધર્મ પરિહરું, – અખોડા
“જ્ઞાન, દર્શન, ચારિત્ર, આદરું', - પખોડા જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના પરિહરું,’ – અખોડા મનો ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, આદરું' - પખોડા મનદેડ, વચન દેડ, કાયદેડ પરિહરું.’ - અખોડા પછી ડાબા હાથના પૃષ્ઠભાગે મુહપત્તિ (છઠ્ઠા ચિત્ર મુજબ) ફેરવતાં (પખોડા = ૩ ટપ્પ મુહપત્તિને આંગળાના ટેરવાથી કાંડા તરફ લઈ જવું. અખોડા = મુહપત્તિને સળંગ કાંડાથી આંગળીના ટેરવા તરફ ઘસડીને લઈ જવી.) ૮.
પછી જમણા હાથમાં મુહપત્તિ ભરાવીને ડાબા હાથના પૃષ્ઠભાગે ફેરવતાં હાસ્ય, રતિ, અરતિ પરિહરું બોલો.
પછી ડાબા હાથમાં મુહપત્તિ ભરાવીને જમણા હાથના પૃષ્ઠભાગે ફેરવતાં ભય, શોક, જુગુપ્સા પરિહરું બોલો.