________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્યસ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રીધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હુંવંદન કરુંછું. (૩)
૨૦૫
શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪)
આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫)
જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ મને આરોગ્ય (સિદ્ધપણું) અને સમ્યગ્દર્શનનો લાભ (બોધિલાભ)અને શ્રેષ્ઠ ભાવ-સમાધિનું વરદાન આપો. (s) ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ ૫૨માત્મા મને મોક્ષ આપો. (૭)
સિદ્ધ ભગવંતોની સ્તુતિ સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગયાણ પરંપર ગયાણું,
લોઅગ્ગ મુવગયાણું, નમો સયા સવ્વસિદ્ધાણં (૧)
વર્ધમાન સ્વામીને વંદન
જો દેવાણ વિ દેવો, જં દેવા પંજલી નમંસંતિ, તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીર (૨) ઇક્કો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વન્દ્વમાણસ્સ, સંસારસાગરાઓ, તારેઇ નરં વ નારિ વા (૩)