________________
૨૦૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
હે (જ્ઞાનવંત લોકો) ! સર્વનયથી સિધ્ધ થયેલા એવા શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાન્તને આદર સાથે નમસ્કાર થાઓ. (જેમના હોવાથી) ચારિત્રધર્મમાં હંમેશા સમૃદ્ધિ છે, (જ) વૈમાનિક, ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવના સમૂહથી (હૃદયના) સત્યભાવથી પૂજાયેલા છે. જે (શ્રતધર્મ)માં ત્રણેય લોકનું જ્ઞાન અને મનુષ્યો તથા અસુરોવાળા ત્રણ લોકરૂપ આ જગત (જ્ઞય -જાણવા યોગ્ય-રૂપે) રહેલું છે. (ત) શ્રત ધર્મ શાશ્વત વૃદ્ધિ પામો, વિજય પામો. (૪)
પ્રથમ સ્તુતિમાં પ્રથમ નમસ્કાર સર્વતીર્થકરોને કરવામાં આવ્યા છે. જેમણે ધર્મનો પ્રચાર પવિત્ર આગમોના અર્થે - પ્રર્વતન દ્વારા કર્યો છે. બીજી સ્તુતિમાં શ્રતનું મહત્વ વર્ણવી તેને નમસ્કાર કરવામાં આવ્યો છે. ત્રીજી સ્તુતિમાં શ્રત જ્ઞાનના ગુણોનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. ચોથી સ્તુતિમાં શ્રતને સંયમધર્મનું પોષક તથા ચારિત્ર ધર્મની વૃદ્ધિ કરનારું વર્ણવ્યું છે. આ સ્તુતિ પૂર્ણ કરીને શ્રત -ભગવાનનો કાયોત્સર્ગ કરવામાં આવે છે.
(પૂજ્ય શ્રુતધર્મને વંદનાદિ) માટે હું કાયોત્સર્ગ કરું છું.)
પ્રભુજીની વંદના કરવા માટે શ્રદ્ધાદિ દ્વારા આલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું વિધાન
સુઅસ્સે ભગવઓ, કરેમિ કાઉસ્સગ્ગ (1) | વંદણવત્તિઓએ, પૂઅણ વરિઆએ, B સક્કાર વત્તિઓએ, સમ્માણ વત્તિઓએ
બોરિલાભ વત્તિઓએ,
નિવસગ્ન વત્તિઓએ (૨) સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ઘારણાએ, અણુપેહાએ,
વઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ (૩) હે ભગવન્! મૃતધર્મની આરાધના માટે કાઉસ્સગ્ન કરું છું. (૧) અને વંદન કરવા, પૂજા કરવા, સત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગ કરું છું. (૨) વધતાં પરિણામ સાથે વધતી શ્રદ્ધા, વધતી બુદ્ધિ, વધતી ધીરજ, વધતી ધારણા, વધતી અનુપ્રેક્ષા (વારંવાર તત્ત્વની વિચારણા) પૂર્વક હું કાર્યોત્સર્ગ કરું છું. (૩)