________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર શ્રુતજ્ઞાનરૂપ આગમની સ્તુતિ (શ્રુત સ્તવ)
પુખ્ખર વર દીવઢે, ધાયઈ સંડે અ જંબુદ્રીવે અ,
ભર હેર વય વિદેહે,
૨૦૧
ધમ્માઇગરે નમંસામિ. (૧) તમ તિમિર પડલ વિદ્ધ, સણસ્સ સુર ગણ નહિંદ મહિઅસ્સ સીમા ધરમ્સ વંદે, પમ્ફોડિઅ મોહ જાલમ્સ. (૨) જાઇ જરા મરણ સોગ પણા સણસ્સ, કલ્લાણ પુક્ષ્મલ વિસાલ સુહા વહસ્સ, કો દેવ દાણવ નહિંદ ગણ ચ્ચિઅસ્સ, ધમ્મસ સાર મુવલબ્મ કરે પમાય ? સિદ્ધે ભો ! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવં નાગ સુવન્ન કિન્નર ગણ સજ્જૂઅ ભાવચ્ચિએ, લોગો જત્થ પઇદ્વિઓ જગમિણં, તેલુક્ક મચ્ચાસુર, ધમ્મો વજ્રઉ સાસઓ વિજયઓ ધમ્મુત્તર વ૪ઉ. (૪)
(૩)
પુષ્કર નામના સુંદર અડધાદ્વીપમાં, ધાતકીખંડ ને જંબુદ્વીપમાં (આવેલ) (પાંચ) ભરત, (પાંચ) ઐરાવત અને (પાંચ) મહાવિદેહે ક્ષેત્રમાં (શ્રી શ્રુત) ધર્મની શરૂઆત કરનારા (તીર્થંકર ભગવંતો) ને હું નમસ્કાર કરું છું. (૧) અજ્ઞાનસ્વરૂપ અંધકારના સમૂહને નાશ કરનાર, દેવતાઓના સમૂહ અને ચક્રવર્તી (રાજા)ઓથી પૂજાયેલ, (આત્માને) મર્યાદામાં રાખનાર અને મોહરૂપી જાળને તોડી નાખનાર એવા (શ્રી સિદ્ધાંત)ને હું વંદન કરું છું. (૨) જન્મ, ઘડપણ, મૃત્યુ અને શોકનો નાશ કરનાર, કલ્યાણકારી (અને) સંપૂર્ણ વિશાળ (મોક્ષ) સુખને આપનાર, દેવ-દાનવ અને રાજાના સમૂહથી પૂજાયેલ, (એવા) (શ્રી શ્રુત) ધર્મના રહસ્યને પામીને કોણ પ્રમાદ કરે ? (અર્થાત્ કોઈ પણ પ્રમાદ ન કરે ). (૩)