________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સવ્વ તિવિહેણ ખામેમિ (૧) સર્વ સંઘની ક્ષમા
સવ્વસ સમણ સંઘસ્ય, ભગવઓ અંજલિં કરિઅ સીસે, સર્વાં ખમાવઇત્તા, ખમામિ સવ્વસ્સે અહયં પિ (૨)
૧૯૩
સર્વ જીવોની ક્ષમા
સવ્વસ જીવ રાસિસ્ટ, ભાવઓ ધમ્મ નિહિઅ નિઅ ચિત્તો, સર્વાં ખમાવઇત્તા, ખમામિ સવ્વસ્સે અહયં પિ (૩)
આચાર્યભગવંતો, ઉપાધ્યાયભગવંતો, તેઓના શિષ્યો, સાધર્મિકો, એક આચાર્યનો પરિવાર- તે કુળ અને ઘણા આચાર્યનો પરિવાર- તે ગણ, પ્રત્યે મારા જીવે કોઈપણ પ્રકારનો કષાય કર્યો હોય તે સર્વની હું મન-વચનકાયાથી માફી (ક્ષમા) માંગું છું. (૧)
મસ્તક ઉપર બે હાથ જોડીને પૂજ્ય શ્રી સર્વ શ્રમણસંઘના (કરેલા) સર્વ (અપરાધ) ને ખમાવીને હું પણ સર્વના (અપરાધને) ક્ષમા કરું છું. (૨) ભાવથી ધર્મને વિષે સ્થાપ્યું છે પોતાનું ચિત્ત જેણે એવો હું, સર્વ જીવોના સમૂહના સંબંધમાં કરેલા (અપરાધ) પ્રત્યેસર્વને ખમાવીને, હુંપણ સર્વેને ખમુંછું. (૩)
આયરિય ઉવજ્ઝાએ- આ સૂત્રથી આચાર્ય મહારાજથી માંડી સર્વે જીવો સાથે થયેલા કષાયોની ક્ષમા માંગી કષાયમુક્ત બનાય છે. આ સૂત્ર બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી થાય છે, તે આત્માના અતિ નમ્રભાવનું સૂચન છે. આ સૂત્રમાં શિષ્યો કે સાધર્મિકોમાં પણ કોઈની સાથે કષાય થયો હોય, કે પોતે તેઓના કષાયમાં નિમિત્તભૂત થયેલ હોય તે સર્વેને ખમાવવામાં આવે છે. બીજી ગાથામાં એકંદરે સમસ્ત શ્રી શ્રમણસંઘને ખમાવવામાં આવે છે અને છેલ્લી ગાથામાં સર્વ જીવોને ખમાવવામાં આવે છે.
સામાયિક મહાસૂત્ર
કરેમિ ભંતે! સામાઇઅં, સાવજ્જે જોગં પચ્ચક્ખામિ, જાવ નિયમં પજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણું વોસિરામિ. (૧)