________________
૧૯૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
હે ભગવંત ! હું સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચકખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપ વ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હું ત્યાગ કરું છું. (૧)
(ચરવળો હોય તો ઉભા થઈને અડધું અંગ નમાવીને, હાથ જોડીને બોલે,
નહીં તો બેસીને બોલે અતિચારોને સંક્ષેપમાં સમજાવતું સૂત્ર ઇચ્છામિ ઠામિ કાઉસગ્ગ. જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્યુત્તો,
ઉમ્મગ્ગો, અપ્પો, અકરણિજ્જો દુક્ઝાઓ, દુવિચિંતિઓ, આણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્યો, નાણે, દંસણે,
ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણ, પંચહમણુવ્રયાણ, તિહં ગુણવયાણું, ચઉહ સિખાવયાણ, બારસવિહસ્સ સાવગ ધમ્મસ્સ,
જં ખંડિએ, જં વિરાહિઅં,
તસ્સ મિચ્છામિ દુક્કડં. હું ઇચ્છું છું કે હું કાઉસ્સગ્નમાં સ્થિર થાઉં. કારણકે દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉત્સુત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકથ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્બાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા