________________
૧૮૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર ( કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
(ચરવળાવાળાઓએ ઉભા થઈ નીચેનું સૂત્ર બોલવું)
e ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! - અભુઢિઓ મિ અલ્પિતર
દેવસિઅં ખામેઉં? ઇચ્છ, ખામેમિ દેવસિ.
હે ભગવન્! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, દિવસના અપરાધને ખમાવવા માટે ઉપસ્થિત થયો છું. (ગુરૂ આજ્ઞા આપે) આજ્ઞા પ્રમાણ છે, દિવસના અપરાધને ખમાવું છું. (પછી ચરવળા કે કટાસણા ઉપર જમણા હાથની મુઠ્ઠી હાથ સ્થાપી)
જં કિંચિ અપત્તિ,
પરપત્તિએ, ભરે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ,
ઉવરિ ભાસાએ, જંકિંચિ મઝ વિણયપરિહાણે સહુમ વા, બાયર વા, તુર્ભે
જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છા મિ દુક્કડ.