________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
હું કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સવ્વમિચ્છો વયારાએ, સવ્વુધમ્માઇક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્ય ખમાસમણો ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ (૭)
૧૮૭
(શિષ્ય કહે) હે ક્ષમા પ્રધાન સાધુજી ! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન ક૨વાને ઈચ્છું છું. (૧)
(ગુરુ કહે– છંદેણ = ઈચ્છાપૂર્વક = સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે - અણુજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપારનિષેધીને. (૨)
આપના શરીર (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂપ) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત ! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છે ને ? (ગુરુ કહે- તહત્તિ =તેપ્રકારેજછે.) (૩)
(શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છેને? (ગુરૂ કહે – તુમ્બંપિ વટ્ટએ = તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને ? ) (૪)
(શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને ? (ગુરુ કહે– ‘એવં ’= એમ જ છે) (૫)
(શિષ્ય કહે) – હે ક્ષમાશ્રમણ ! મારો વર્ષ સંબંધી (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે ‘અહમપિ ખામેમિ તુમં – હું પણ તને ખમાવુંછું.) (૬)
આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું વર્ષ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું.(હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ