________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૭૫
શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્ય સ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વરશ્રીધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હું વંદન કરું છું. (૩) શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪) આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫) જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ મને આરોગ્ય (સિદ્ધપણું) અને સમ્યગ્દર્શનનો લાભ (બોધિલાભ)અને શ્રેષ્ઠ ભાવ-સમાધિનું વરદાન આપો. (૬) ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭) (પછી મુહપત્તિ પડિલેહવી અને બે વાંદણા દેવા.)
મુહપત્તિ પડિલેહણના ૨૫ બોલ ૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદ્દઉં, ૨- સમ્યકત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય,
૪- મિથ્યાત્વ મોહનીય પરિહરે, પ- કામરાગ, -નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિહરું,
૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદરું, ૧૧- કુદેવ, ૧૨-કુગુરુ, ૧૩-કુધર્મ પરિહરું, ૧૪- જ્ઞાન, ૧૫-દર્શન, ૧૬-ચારિત્ર આદર, ૧૭- જ્ઞાન-વિરાધના, ૧૮-દર્શન-વિરાધના,
૧૯-ચારિત્ર-વિરાધના પરિહરું, ૨૦-મનગુપ્તિ, ૨૧-વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદરું,
૨૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિહ.