________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગ્ગના ૧૬ આગાર (છૂટનું) વર્ણન અન્નત્ય ઊસસિએણં, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં,
સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિ સંચાલેહિં. (૨) એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩)
૧૭૩
જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. (૫)
-
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ – ઉધરસ આવવાથી,૪- છીંક આવવાથી, ૫ – બગાસુ આવવાથી, ૬ - ઓડકાર આવવાથી, ૭– વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧)
૧૦– સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ૧૧ - થૂંક-કફનો સંચાર, ૧૨ - દષ્ટિનો સંચાર થવાથી. (૨)
આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડેનપારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, વોસિરાવું છું. (૫)
અન્નત્થમાં જે રીતે કાયોત્સર્ગ કરવાનું કહ્યું છે, તે રીતે પૂરા ઉપયોગપૂર્વક, બુદ્ધિની સતેજતાથી, અત્યંત એકાગ્રતાથી, ધીરતા-ગંભીરતા આદિ પૂર્વક જો કાયોત્સર્ગ કરવામાં આવે તો કાયોત્સર્ગથી ઘણાં કર્મ ખપી જાય. કેમકે, કાયોત્સર્ગસર્વશ્રેષ્ઠ તપ કહેવાય છે.
કાયોત્સર્ગ અવસ્થામાં દષ્ટિને કોઈ પણ ચેતન કે અચેતન વસ્તુ પર સ્થિર કરવામાં આવે છે. જો કે મનની ચંચળતા તેને સ્થિર ઠરવા દેતી નથી, છતાં પણ પ્રયત્ન કરવાથી ક્રમે ક્રમે સફળતા મળતી જશે.