________________
૧૭૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અણિચ્છિઅવ્વો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિષ્ઠે ગુત્તીર્ણ, ચઉહું કસાયાણં, પંચણ્ડમણુવ્વયાણું, તિÑ ગુણત્વયાણું, ચઉછ્યું સિાવયાણું, બારસવિહસ્સ સાવગ ધમ્મસ, જે ખંડિઅં, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
હું ઇચ્છું છું કે – હું કાઉસ્સગ્ગમાં સ્થિર થાઉં. કારણકે મેં સંવત્સરી દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉત્સૂત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકલ્પ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્ધ્યાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કષાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય જેવિરાધ્યું હોય, તે સંબંધી મારું દુષ્કૃત્યમિથ્યા થાઓ.
જતા-આવતા જીવોની વિરાધનાની વિશેષ માફી તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણ, નિગ્ધાયણટ્ટાએ, ઠામિ કાઉસ્સગ્ગ. (૧)
(જેવિરાધનાનું પાપ થયું હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સગ – કાયાનો ત્યાગ (કાયોત્સર્ગમાં કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ) રહેછે, તે શ્રી અન્નત્થસૂત્રમાં જણાવેલ છે) કરુંછું. (૧)