________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૭૧
આ પ્રમાણે (પાપોની) આલોચના કરી, નિંદા કરી, ગહ કરી (અને) સારી રીતે દુર્ગંછા કરીને મન-વચન-કાયારૂપ ત્રિવિધે પાછો ફરતો (પ્રતિક્રમણ કરતો) ચોવીશેજિનેશ્વરને હું વંદન કરું છું. (૫૦)
સામાયિક મહાસૂત્ર
કરેમિ ભંતે! સામાઇઅં, સાવજ્જે જોગં પચ્ચક્ખામિ,
જાવ નિયમં પન્નુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ. (૧)
હે ભગવંત ! હું સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હુંત્યાગ કરુંછું. (૧)
(ચરવળો હોય તો ઉભા થઈને અડધું અંગ નમાવીને, હાથ જોડીને બોલે નહીં તો બેસીને બોલે.)
અતિચારોને સંક્ષેપમાં સમજાવતું સૂત્ર ઇચ્છામિ ઠામિ કાઉસગ્ગ.
જો મે સંવચ્છરીઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉત્સુત્તો, ઉમ્મગો, અકપ્પો, અકરણિો દુઝાઓ, દુન્વિચિંતિઓ, આણાયારો,