________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૬૯
(વિસ્મૃત થયેલા અતિચાર) આલોયણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણ કાલે,
મૂલગુણ ઉત્તરગુણે, તં નિંદે તં ચ ગરિહામિ. (૪૨) (પ્રતિક્રમણ) આવશ્યક સમયે મૂળ ગુણ અને ઉત્તર ગુણને વિષે (જે) અનેક પ્રકારની આલોચના યાદન આવી હોય, તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું ને ગુરૂસાક્ષીએ ગહ (વિશેષનિંદા) કરું છું. (૪૨)
(પછી ઊભા થઈને અથવા જમણો ઢીંચણ નીચે કરી બોલવું) (પાપોની નિંદા કરતા કરતા આત્મા હલકો થયો હોવાથી આરાધના માટે ઊભા થવું)
તસ્ય ધમ્મસ્સ કેવલિ પન્નત્તમ્સ અભુઢિઓમિ આરાણાએ, વિરઓમિ વિરાહણાએ, તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણે ચઉવ્વીસં. (૪૩)
તે કેવળી ભગવંતે ઉપદેશેલ ધર્મની આરાધના માટે હું ઉભો (તત્પર) થાઉં છું, (તેની) વિરાધનાથી અટક્યો છું અને ચોવીશજિનેશ્વરોને વંદન કરું છું. (૪૩) (‘અભુક્રિમિ' બોલતાં ઊભા થઈને યોગ મુદ્રાએ શેષ સૂત્ર બોલવું.)
(સર્વ ચૈત્ય વંદન) જાવંતિ ચેઈઆઈ, ઉદ્દે આ અહે અ તિરિઅલોએ અ,
સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. (૪૪) જાવંત કે વિ સાહુ, ભર હેર વય મહાવિદેહે અ,
સલ્વેસિ તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિયાણ. (૪૫). ઉર્ધ્વલોક, અધોલોક અને તિચ્છલોકને વિષે જેટલી જિન પ્રતિમાઓ છે, તેને અહીં રહેલો એવો હું ત્યાં રહેલી સર્વેને ભાવપૂર્વક વંદન કરું છું. (૪૪) (પાંચ) ભરત ક્ષેત્ર, (પાંચ) ઐરાવત ક્ષેત્ર અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રને વિષે જે કોઈ સાધુભગવંતો મન, વચન, કાયાથી, મનદંડ, વચનદંડ કાયદંડથી વિરામ પામેલા છે, તેઓ સર્વને હું નમ્યો છું. (૪૫)