________________
૧૬૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
તેં પિ હું સપડિક્કમાં, સપરિઆવું સ ઉત્તરગુર્ણ ચ, ખિષ્પ ઉવસામેઇ, વાહિ વ્વ સુ સિક્ખિઓ વિજ્રો. (૩૭)
પાછા ફરવાથી યુક્ત, પશ્ચાતાપ કરવાથી યુક્ત, ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત કરવાથી યુક્ત એવો શ્રાવક, જેમ સારી શીખેલો વૈદ્ય વ્યાધિને ઉપશમાવે છે તેમ નિશ્ચયથી તે અલ્પ કર્મના બંધને પણ શીઘ્રપણે ઉપશમાવે છે. (૩૭)
જહા વિસં કુટ્ટગયું, મંત મૂલ વિસારયા, વિજ્રા હણંતિ ભંતેહિં, તો તં હવઇ નિક્વિસં. (૩૮)
એવં અટ્ટવિહં કમ્મ, રાગ દોસ સમજ઼િઅં, આલોઅંતો અ નિંદંતો, ખિરૂં હણઇ સુસાવઓ. (૩૯)
મંત્ર અને જડીબુટ્ટીના જાણકાર વૈદ્યો જેમ શરીરમાં વ્યાપેલા ઝેરનો મંત્રો (અને જડીબુટ્ટીઓ)થી નાશ કરે છે, તેથી તે ઝેર વગરનું થાય છે, તેમ ગુરૂની પાસે આલોચના કરતો અને આત્મસાક્ષીએ નિંદા કરતો સુશ્રાવક રાગદ્વેષથી બાંધેલ આઠ પ્રકારના કર્મનો જલ્દી નાશ કરે છે. (૩૮,૩૯)
કયપાવો વિ મણુસ્સો, આલોઇઅ નિંદિઅ ગુરુસગાસે, હોઇ અઇરેગ લહુઓ, ઓહરિઅ ભરુવ્વ ભારવહો. (૪૦)
જેમ ભાર ઉપાડનાર (મન્નુર આદિ) ભાર ઉતારીને હળવો થાય છે, તેમ પાપ કરનારો મનુષ્ય પણ ગુરૂભગવંતની પાસે પાપ આલોચીને અને આત્મસાક્ષીએ નિંદા કરીને અત્યંત હલકો (હળવો) થાય છે. (૪૦)
આવસ એણ એએણ, સાવઓ જઇ વિ બહુરઓ હોઇ, દુખ્ખાણ મંત કિરિએં, કાહી અચિરેણ કાલેણ. (૪૧)
શ્રાવક કદાચ ઘણા પાપ વાળો હોય (તો પણ) આ (પ્રતિક્રમણ) આવશ્યકથી થોડા જ સમયમાં દુઃખો નાશ કરશે. (૪૧)