________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૬૫
(પૌષધોપવાસ વ્રત વિશેના અતિચાર) સંથાચ્ચાર વિહિ, પમાય તહ ચેવ ભોયણા ભોએ, પોસહ વિહિ વિવરીએ, તઈએ સિખાવએ નિંદે. (૨૯).
સંથારા સંબંધી વિધિમાં ૧-પડિલેહણ-પ્રમાર્જનન કરવારૂપ ૨-પડિલેહણપ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી તેમજ લઘુનીતિ (પેશાબ) અને વડીનીતિ (ઝાડો) સંબંધી વિધિમાં (પરઠવવાની ભૂમિને) ૩- પડિલેહણપ્રમાર્જન ન કરવારૂપ તેમજ ૪- પડિલેહણ-પ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી અને ૫- ભોજનની ચિંતા કરવાથી, આ રીતે પૌષધ વિધિ વિપરીત કરવાથી ત્રીજા (પૌષધોપવાસ) શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. (૨૯)
(અતિથિ સંવિભાગના અતિચાર) સચ્ચિત્તે નિક્તિવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ,
કાલાઇક્કમ દાણે, ચઉલ્થ સિફખાવએ નિંદે. (૩૦) સુહિએસુ આ દુહિએસુ અ, જા મે અસંજએસુ અણુકંપા,
રાગણ વદોસણ વ, તં નિંદે તં ચ ગરિહામિ. (૧) સાહૂસુ સંવિભાગો, ન કઓ તવ ચરણ કરણ જુત્તેસુ,
સંતેફાસુઅ દાણે, તં નિંદે તં ચ ગરિહામિ. (૩૨)
૧-સાધુને દેવા યોગ્ય ભોજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવાથી ૨-દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકવાથી ૩- ફેરફાર બોલવાથી (=દેવાની બુદ્ધિએ પારકી વસ્તુ પોતાની કહેવાથી અને નહિ દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુ પારકી કહેવાથી) ૪- ક્રોધ, ઈર્ષ્યા અને ગર્વ કરીને નિચે દાન આપવાથી અને પમુનિને ગોચરીનો વખત વીતી ગયે તેડવા જવાથી. ચોથા “અતિથિસંવિભાગ” નામના શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોને હુંનિંદુછું. (૩૦) જ્ઞાનાદિમાં હિત છે જેનું, એવા સુવિહિતોને વિષે, વ્યાધિથી પીડાયેલા, તપ