________________
૧૬૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આસન અને ઘરેણામાં આસક્તિ કરવાથી તથા આરંભ કરવાથી સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો)નું પડિક્કસું છું. (૨૫) ૧-કંદર્પ વિકાર વધે તેવી વાતો કરવી ૨-કીકુચ્ચ=કામઉત્પન્ન કરનારી કુચેષ્ટા કરવી ૩-મૌખર્મ=મુખથી હાસ્યાદિક દ્વારા જેમતેમ બોલવું૪-સંયુક્તાધિકરણ = પોતાના ખપ (જરૂર) કરતાં વધારે શસ્ત્રો મેળવવાં પ- ઉપભોગપરિભોગાતિરિક્તતા=ઉપભોગતથા પરિભોગમાં વપરાતી ચીજો ખપ (જરૂર) કરતાં વધારે રાખવી, આ પાંચ પ્રકારના ત્રીજા અનર્થદંડ વિરમણવ્રત ને વિષે જણાવ્યાં છે. તેમાં મને જેદોષ લાગ્યો હોય, તેનેહુનિંદુછું. (૨)
(સામાયિક વ્રત વિષેના અતિચાર) તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સઈ વિહૂણે, સામાઇઅ વિતહ કએ, પઢમે સિફખાવએ નિંદે. (૨૭)
૧-મનનું દુષ્ટ પ્રણિધાન ૨- વચનનું દુષ્ટ પ્રણિધાન ૩- કાયાનું દુષ્ટ પ્રણિધાન (વ્યાપાર) ૪- અવિનય પણે (બે ઘડી કરતાં વહેલું) સામાયિક પારવું ૫) યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું સ્વરૂપ સ્મૃતિભ્રંશ, આ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય તો તે પહેલાં સામાયિક શિક્ષાવ્રતને વિષે લાગેલા પાંચ અતિચારોમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું.(૨૭)
(દશાવગાસિક વ્રતના અતિચાર) આણવણે પેસવણે, સદ્ રૂવે આ પુગ્ગલખેવે, દેસાવગા સિઅમિ, બીએ સિફખાવએ નિંદે. (૨૮)
૧- આનયન પ્રયોગ = નિયમ બહારની ભૂમિમાંથી વસ્તુ મંગાવવી ૨પ્રેગ્યપ્રયોગ = હદ બહાર વસ્તુ મોકલવી ૩- શબ્દાનુપાત = ખોંખારો આદિ પ્રમુખ કરી બોલાવવાથી ૪- રૂપાનુપાત = રૂપ દેખાડવાથી અને પપુદ્ગલ પ્રક્ષેપ = કાંકરો આદિ નાંખી પોતાપણું જણાવવાથી. આ પ્રમાણે બીજા દેશાવગાસિક ગુણવ્રતના પાંચ અતિચારોમાંથી મને કોઈ દોષ લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. (૨૮)