________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૬૩
ચલાવવાથી લાગતું કર્મ - નિલંછનકર્મ-તે ઊંટ, બળદ વગેરેના નાકકાન વીંધવાથી લાગતું કર્મ ૩- દવ-દાન-કર્મ = જંગલ, ઘર વગેરેમાં આગ લગાડવાથી લાગતું કર્મ ૪) શોષણ કર્મ = સરોવર-ઝરા તથા તળાવ વગેરેનું પાણી સુકાવી નાખવાથી લાગતું કર્મ અને પ- અસતિ પોષણ કર્મ =કુતરા-બિલાડા વગેરે હિંસક પ્રાણીઓનું અને દુરાચારી માણસો (વ્યભિચારી સ્ત્રી આદિ)નું પોષણ કરવાથી લાગતું કર્મ, આ પાંચેય પ્રકારનું કર્મ શ્રાવકે વર્જવું જોઈએ. (૨૩) (આ રીતે સાતમા વ્રત (બીજા ભોગપભોગ પરિમાણ ગુણવ્રત) ના મૂળસચિત્તઆહારઆદિપઅતિચાર અને ૧પકર્માદાનના મળીને ૨૦અતિચાર થાય છે)
(અનર્થ વિરમણ વ્રતના અતિચાર) સસ્થગ્નિ મુસલ જંતગ, તણ કદે મંત મૂલ ભેસજે, દિન્ને દવાવિએ વા, પડિક્કમે સંવચ્છરી સળં. (૨૪)
ન્હાણુ વણ વન્નગ, વિલવણે સદ રૂવ રસ ગંધે, વત્થાસણ આભરણે, પડિક્કમે સંવચ્છરીએ સળં. (૨૫) કંદખે કુક્કુઈએ, મોહરિ અહિગરણ, ભોગ અઈરિજે, દંડમ્મિ અણાએ, તUઅમ્મિ ગુણવએ નિદે. (૨).
શસ્ત્ર, અગ્નિ, સાંબેલું અને યંત્ર વગેરે તેમજ ઘાસ, કાષ્ટ, મંત્ર, જડીબુટ્ટી અને ઔષધ (પ્રયોજન વિના બીજાને) આપતાં અથવા બીજા પાસે અપાવતાં અને આપનારની અનુમોદના કરવાથી) આઠમા વ્રત (ત્રીજા અનર્થદંડ વિરમણ ગુણવ્રત)માં લાગેલા સંવત્સરી સંબંધી (સર્વ અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૨૪) જયણા વિના (અળગણ પાણીથી) ૧- ન્હાવું ૨- પીઠી વગેરે ચોળી, મેલ ઉતારવો ૩- અબીલ, ગુલાલ વગેરેથી રંગ કરવો ૪- કેશર-ચંદનથી વિલેપન કરવું ૫- વાજીંત્રના શબ્દો સાંભળવાં ૬- રૂપ નિરખવાં ૭- અનેક રસનો સ્વાદ કરવો ૮- અનેક જાતના સુગંધી પદાર્થો સુંઘવા ૯- વસ્ત્ર,