________________
૧૬૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ભક્ષણ કરવું તે, જેમકે બોર, સીતાફળ વગેરે (આ પાંચ અતિચારમાંથી)સંવત્સરી સંબંધી (લાગેલા) સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૨૧)
બંગાલી વણ સાડી, ભાડી ફોડી સુવર્જએ કર્મ, વાણિજ્જ ચેવ દંત, લક્ષ્મ રસ કેસ વિસ વિસય. (૨૨) એવં ખુ જંત પિલ્લણ, કમ્મ નિત્યંછણં ચ દવ દાણં, સર દહ તલાય સોસ, અસઈ પોસ ચ વજિજા (૨૩)
૧- કુંભાર, ભાડભુંજા-ચુનારા વગેરેનાં અગ્નિ સંબંધી કામ-તે અંગારકર્મ માળી ૨-ખેડૂત, કઠિયારા વગેરેનું વનસ્પતિને ઉગાડવાં તથા છેદાવવાં તથા વેચવાથી કે તેમાં સહયોગથી થતાં કામ- તે વનકર્મ ૩- સુથાર, લુહાર,
ઓટો મોબાઇલ્સ, સ્પેર પાર્ટસ, વગેરેના વાહન બનાવવા તથા વેચાણથી કે તેમાં સહયોગથી થતાં કામ- તે શકટકર્મ ૪- વણઝારા, રાવળ વગેરેનું ઘોડા, ઊંટ, બળદ વગેરેને ભાડે આપવાનું અથવા સાયકલ-સ્કુટર, બસ, ટ્રેન આદિ ભાડેથી આપવાનું કામ- તે ભાટકકર્મ ૫- ઓડ-કોન્ટ્રાક્ટર વગેરેનું કૂવા-વાવ, તળાવ, વગેરે ખોદવા-ખોદાવવાથી થતાં કામ - તે સ્ફોટકકર્મ એ પાંચેય કર્મ શ્રાવકે અત્યન્તપણે છોડી દેવા જોઈએ. (વળી) ૧- દંતવાણિજ્ય= હાથીદાંત વગેરે દાંતનો વ્યાપાર ૨- લખવાણિજ્ય=લાખ, કસુંબો, હરતાળ વગેરેનો વ્યાપાર ૩- રસ-વાણિજ્ય ઘી, તેલ વગેરેનો વ્યાપાર ૪- કેસ વાણિજ્ય = મોર, પોપટ, ગાય, ઘોડા, ઘેટા વગેરેના વાળનો વ્યાપાર અને પ- વિસ વિસયં-વાણિજ્ય= “વિસ”અફીણ, સોમલ વગેરે ઝેરી પદાર્થો અને જંતુનાશક દવાઓ પ્રવાહી-પાવડર કે ગોળી આકારમાં વ્યાપાર અને “વિસયં'- તલવાર, છરી, ધનુષ્ય, ગન, બંદુક, મશીનગન, ભાલા વગેરે શસ્ત્રોનો વ્યાપાર, (આ પ્રમાણે) પાંચેય પ્રકારના વ્યાપારને પણ શ્રાવકે અત્યન્ત વર્જવા જોઈએ. (૨૨) એ જ પ્રમાણે ૧- યંત્ર પીલન કર્ય=ઘંટી, ચરખા, ઘાણી-મિલ વગેરે