________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(જવા આવવાના નિયમોના અતિચાર) ગમણસ્સ ઉ પરિમાણે, દિસાસુ ઉઢું અહે અ તિરિઅં ચ, વુદ્ધિ સઇ અંતરદ્ધા, પઢમમ્મિ ગુણત્વએ નિંદે. (૧૯)
૧૬૧
૧- ઉપ૨ની ૨- નીચેની અને ૩- તિર્કી (ઉપર,નીચે ચાર દિશા અને ચાર ખુણા એમ દસ) દિશામાં (જવાના પરિમાણથી) અધિક જવાથી, (એક દિશામાંથી બીજી દિશામાં), ૪- વધા૨વાથી અને ૫-(વધારે જતાં) ભૂલી જવાથી પહેલા ગુણવ્રત (દિક્પરિમાણવ્રત)માં (લાગેલા અતિચારોની) હું નિંદા કરુંછું. (૧૯)
(ભોગ ઉપભોગના અતિચાર)
મજ્જીમિ અ, મંસંમિ અ, પુપ્તે અ ફલે અ ગંધ મલ્લે અ, ઉવભોગ પરિભોગે, બીયમ્મિ ગુણત્વએ નિંદે. (૨૦) સચ્ચિત્તે પડિબન્ને, અપોલિ દુપ્પોલિઅં ચ આહારે, તુચ્છો સહિ ભક્ષણયા, પડિક્કમે સંવચ્છરીએં સર્વાં. (૧)
મદિરા, માંસ (અને બીજા પણ અભક્ષ્ય પદાર્થો), પુષ્પ, ફળ, સુગંધી પદાર્થો અને ફૂલની માળાનો ઉપભોગ (=એકવાર ઉપયોગમાં આવે તે, જેમકે ખોરાક, પાણી, ફૂલ, ફળ વગેરે) અને પિરભોગ (= વારંવાર ઉપયોગમાં આવે તે. જેમકે ઘર, પુસ્તક, વસ્ત્ર, ઝવેરાત વગેરે)થી બીજા ભોગોપભોગ પરિમાણ રૂપ ગુણવ્રતમાં (લાગેલ અતિચારોની) હું નિંદા કરું છું. (૨૦)
૧- સચિત્ત-આહાર = સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં વાપરવી અથવા નિયમ ઉપરાંત વાપરવી તે ૨- સચિત્ત સંબદ્ધ = સચિત્ત સાથે વળગેલી વસ્તુ વાપરવી જેમકે ગોટલી સહિત કેરી વગેરે ૩- અપ-આહાર = તદ્દન અપક્વ = કાચી વસ્તુ વાપરવી, જેમકે તરતનો દળેલો તથા ચાળ્યા વગરનો લોટ વગેર ૪-દુષ્પવ-આહાર=અડધી કાચી-પાકી વસ્તુ વાપરવી, જેમકે, ઓળો, પુંખ, થોડો શેકેલો મકાઈનો ડોડો વગેરે ૫- તુચ્છઔષધિ ભક્ષણ = તુચ્છ પદાર્થો (જેમાં ખાવાનું ઓછું અને બહાર ફેકવાનું વધારે હોય તે) નું