________________
૧૬૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ચોથા અણુવ્રતમાં સદા (હંમેશા) પારકી સ્ત્રી અથવા પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથે ગમન કરવાની વિરતિને આશ્રયીને આચરણ કર્યું હોય. આમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧અપરિગૃહીતાગમન = કોઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ નથી કરી એવી કુંવારી કન્યા અથવા વિધવા સ્ત્રી આદિ સાથે મૈથુન સેવન કરવું તે ૨ઇત્વર-પરિગૃહિતાગમન=અમુક દિવસ સુધી બીજાએ રાખેલી વેશ્યા પ્રમુખ સાથે મૈથુન સેવન કરવું તે, (સ્વદારા સંતોષના નિયમવાળાને આ બંને અતિચારો અનાચાર તરીકે સમજવા) ૩- અનંગ ક્રીડા= પારકી સ્ત્રીઓના અંગોપાંગ વિકાર દષ્ટિથી જોવા તથા સૃષ્ટિ વિરુદ્ધ કામચેષ્ટા કરવી તે ૪- પરવિવાહકરણ= પોતાના પુત્રાદિ સિવાય પારકા વિવાહ પ્રમુખ કરવા તે અને ૫) કામભોગ-તીવ્ર-અભિલાષા કામ-ભોગની તીવ્ર અભિલાષા કરવી તે (રૂપ) ચોથા (અણ) વ્રતના અતિચારો છે. (તેમાં) સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૫,૧૬)
(પરિગ્રહના અતિચાર) ઈત્તો અણુવ્રએ પંચમમિ, આયરિયમ પસFમિ,
પરિમાણ પરિચ્છેએ, ઇત્ય પમાય પ્રસંગેણં. (૧૭) પણ ધન્ન ખિત્ત વત્યુ, રૂપ્પ સુવન્ને અ કુવિઅપરિમાણે,
દુપએ ચઉપયમ્મિ ય, પડિક્કમે સંવચ્છરી સળં. (૧૮) એ પછી પાંચમા અણુવ્રતમાં ધન-ધાન્યાદિના પરિગ્રહ પરિમાણ વિરતિ આશ્રયી આચરણ (થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી (પરિગ્રહના) પ્રમાણનો ભંગ થવાથી ૧- ધન-ધાન્ય ૨- ખેતરઘર વગેરે ૩- રૂપુ-સોનું ૪- તાંબુ-કાંસું પ્રમુખ હલકી ધાતુઓના પ્રમાણ અને રાચરચીલું અને ૫- બે પગા (નોકર-ચાકર વગેરે) અને ચોપગા (ગાય-ભેંસ-ઘોડા વગેરે) ના પરિમાણમાં (જે અતિચાર) ચોથા (અણુ) વ્રત સંબંધી સંવત્સરી દરમ્યાન લાગ્યા હોય, તે સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૭,૧૮)