________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૫૩
અને ૪- શાસ્ત્રથી વિરૂદ્ધ પ્રરૂપણા કરી હોય, આ ચાર કારણોથી ઉપજેલા પાપથી ફરવા પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. (૪૮)
(સર્વ જીવ પ્રત્યે ક્ષમાપના) ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખમંતુ મે, મિત્તી એ સવ્વ ભૂસુ, વેરં મજઝ ન કેણઈ. (૪૯) એવમાં આલોઇએ, નિદિઆ ગરહિએ દુગંછિએ સમ્મ,
તિવિહેણ પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસ. () હું બધા જીવોને ખમાવું છું, બધા જીવો મને ક્ષમા આપો, મારે બધા જીવો ઉપર મૈત્રી ભાવછે, કોઈજીવ સાથે મારે વૈર નથી. (૪૯) આ પ્રમાણે (પાપોની) આલોચના કરી, નિંદા કરી, ગઈ કરી (અને) સારી રીતે દુર્ગછા કરીને મન-વચન-કાયારૂપ ત્રિવિધ પાછો ફરતો (પ્રતિક્રમણ કરતો) ચોવીશે જિનેશ્વરને હું વંદન કરું છું. (૧૦)
(પછી શ્રુતદેવતાની નીચે મુજબ સ્તુતિ કહેવી. સમગ્ર સંઘ એકી સાથે વ્યવસ્થિત રીતે સ્તુતિ બોલે.)
શ્રુતદેવતાની સ્તુતિ
સુઅદેવયા ભગવઈ, ૦૬ નાણાવરણીય ક્રમ્પ સંઘાયું,
તેસિં ખવેલ સમય, જેસિ સુઅસાયરે ભરી. (1) જેઓની શ્રુતજ્ઞાન રૂપી સમુદ્ર પર ભક્તિ છે, તેઓના જ્ઞાનાવરણીય કર્મોના સમુહનો ભગવતી શ્રુતદેવતા નાશ કરો. (૧)
અહીં ‘વંદણ વત્તિઓએ’ ન કહેવાનું કારણ દેવતાઓ અવિરત હોવાથી તેમનું સ્મરણ, પ્રાર્થના થાય, તેમને વંદન-પૂજનન થાય.)
(પછી નીચે બેસી જમણો ઢીંચણ ઉભો કરી નીચે મુજબ વંદિતુ કહેવું)