________________
૧૫૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં,
નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
સામાયિક મહાસૂત્ર કરેમિ ભંતે! સામાઈ,
સાવજ્જ જોગં પચ્ચખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે!
પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ. (1) હે ભગવંત! સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચકખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગર્તા વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હું ત્યાગ કરું છું. (૧)
જનશાસનના અર્થના અભિલાષી મનુષ્યોએ વિનયરૂપી મર્યાદાથી ગુરૂભગવંતોની સેવા કરવી જોઈએ.