________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૫૧
જેમ ભાર ઉપાડનાર (મજાર આદિ) ભાર ઉતારીને હળવો થાય છે, તેમ પાપ કરનારો મનુષ્ય પણ ગુરૂભગવંતની પાસે પાપ આલોચીને અને આત્મસાક્ષીએ નિંદા કરીને અત્યંત હલકો (હળવો) થાય છે. (૪૦)
આવસ્ય એણ એએણ, સાવઓ જઈ વિ બહુરઓ હોઈ,
દુકખાણ મંત કિરિઅ, કાહી અચિરણ કાલેણ. (૪૧) શ્રાવક કદાચ ઘણા પાપવાળો હોય તો પણ) આ પ્રતિક્રમણ) આવશ્યકથી થોડા જ સમયમાં દુઃખો નાશ કરશે. (૪૧)
(વિસ્મૃત થયેલા અતિચાર) આલોયણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણ કાલે,
મૂલગુણ ઉત્તરગુણે, તે નિંદે તં ચ ગરિહામિ. (૪૨) (પ્રતિક્રમણ) આવશ્યક સમયે મૂળ ગુણ અને ઉત્તર ગુણને વિષે (જે) અનેક પ્રકારની આલોચના યાદ ન આવી હોય, તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું ને ગુરૂસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. (૪૨)
તસ્ય ધમ્મસ્સ કેવલિ પન્નત્તસ્સ અભુદ્ધિઓમિ આરાહણાએ,
વિરઓમિ વિરાણાએ, તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણે ચઉવ્વીસં. (૩)
તે કેવળી ભગવંતે ઉપદેશેલ ધર્મની આરાધના માટે હું ઉભો (તત્પર) થાઉં છું, (તેની) વિરાધનાથી અટક્યો છું અને ચોવીશ જિનેશ્વરોને વંદન કરું છું. (૪૩) (‘અભુઢિઓમિ' બોલતાં ઊભા થઈને યોગ મુદ્રાએ શેષ સૂત્ર બોલવું.)
| (સર્વ ચૈત્ય વંદન) જાવંતિ ચેઇઆઈ, ઉઠે અહે અતિરિઅલોએ અ, સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. (૪૪)