________________
૧૩૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(પછી ત્રણ વાર નવકાર ગણવા, સાધુ હોય તો તે ‘સંવચ્છરી સૂત્ર’ કહે અને ન હોય તો શ્રાવક ‘વંદિતુ સૂત્ર’ કહે)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં,
એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સન્વેસિં, પઢમં હવઇ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ ક૨ના૨ છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
આચાર તથા વ્રતોમાં લાગેલ અતિચારની નિંદા – ગહ તથા આત્માને પવિત્ર કરે તેવી ભાવનાઓ છે.
વંદિત્તુ સવ્વસિદ્ધ, ધમ્માયરિએ અ સવ્વસાહૂ અ, ઇચ્છામિ પડિક્કમિઉં, સાવગ ધમ્માઇ આરમ્સ. (૧)
સર્વજ્ઞ એવા શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધભગવંત, શ્રી ધર્માચાર્ય, શ્રી ઉપાધ્યાય ભગવંત અને સર્વસાધુ-ભગવંતને વંદન કરીને (હું) શ્રાવકધર્મમાં લાગેલા અતિચારો (રૂપ પાપ) થી પાછો હટવા (ફરવા) ઈચ્છુંછું. (૧)
(સામાન્યથી સર્વ વ્રતના અતિચાર)
જો મે વયાઇઆરો, નાણે તહ દંસણે ચરિત્તે અ, સુહુમો અ બાયરો વા, તં નિંદે તં ચ ગરિહામિ. (૨)