________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૩૭.
જં ખંડિએ, જં વિરાહિઅં,
તસ્સ મિચ્છા મિ દુક્કડં. હું ઇચ્છું છું કે-હું કાઉસ્સગ્નમાં સ્થિર થાઉં. કારણકે મેં સંવત્સરી દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉત્સુત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકથ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્બાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કશાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય, જે વિરાધ્યું હોય, તે સંબંધી મારુદુષ્કૃત્યમિથ્યા થાઓ. હે ભગવંત ! આપ (મન) ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો કે (હું) સંવત્સરી (દિવસ) સંબધી પાપોની આલોચના કરું ? (ત્યારે ગુરૂભગવંત કહે. આલોવેહ-આલોચના ભલે કરો) ત્યારે શિષ્ય કહે) મને આપની આજ્ઞા પ્રમાણ છે. જે (કંઈ) સંવત્સરી દિવસ સંબંધી વ્રતોમાં અતિચાર રૂપ પાપ લાગ્યા હોય તેની હું આલોચના કરું છું.
દેવ-ગુરુને પંચાંગ વંદન ઈિચ્છામિ ખમાસમણો!
વંદિઉં જાવણિજ્જાએ નિસીરિયાએ, / હ 9િ) મયૂએણ વંદામિ. (૧). હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તકવડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! છે 1 સંવચ્છરી સુતં કહું ઇચ્છે હે ભગવંત, સંવત્સરી સૂત્ર બોલવાની આજ્ઞા આપો. આજ્ઞા પ્રમાણ છે.