________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૩૫
(શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવં '=એમ જ છે) (૫) (શિષ્ય કહે) – હે ક્ષમાશ્રમણ ! મારો વર્ષ સંબંધી જ કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે “અહમપિ ખામેમિ તુમ - હું પણ તને ખમાવું છું.) (૬) આવશ્યક ક્રિયા માટે હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું વર્ષ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. હે ક્ષમાશ્રમણ !) જે કંઈ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર ( કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
દેવસિઅ આલોઇઅં પડિઝંતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરીઆં પડિક્કમુ? (પડિક્કમ્મામિ)
સમ્મ પડિક્રમેહ, ઈચ્છે
દિવસ સંબંધી દુષ્કૃત્યોની આલોચનાનું પ્રતિક્રમણ કર્યું છે હવે, હે ભગવંત, સંવત્સરી (વર્ષ) સંબંધી પ્રતિક્રમણ કરાવો. ગુરૂ કહે છે - સમ્યક રીતે પ્રતિક્રમણ કરો. શિષ્ય કહે છે-હ, સારી રીતે પ્રતિક્રમણ કરું છું.
આત્મા જે દોષોને લીધે, જે સ્કૂલનાઓને લીધે કે જે અતિચારોને લીધે મલિન બને છે, તેને દૂર કરવા-તેનાથી બચી જવું તે આત્મ શોધનની ક્રિયા છે. તે માટે પ્રથમ આત્મામાં કેવી રીતે અતિચાર લાગે છે તે જાણવાની જરૂર છે અને તે જાણતાં જ તેની આલોચના કરી શકાય છે.