SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત વિશેષતઃ શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યકત્વ મૂલ બાર વ્રત સમ્યકત્વતણા પાંચ અતિચાર-શંકા કંખવિગિચ્છા. શંકા – શ્રી અરિહંતતણાં બળ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રિયાનાં ચારિત્ર, શ્રી જિનવીનતણો સંદેહ કીધો. આકાક્ષા = બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદરદેવતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ, ઇત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જુજુઆ, દેવ દેહરાના પ્રભાવ દેખી રોગ, આતંક, કષ્ટ, આભે ઈહલોક-પરલોકાર્પે પૂજ્યા, માન્યા. પ્રસિદ્ધવિનાયકજીરાઉલાને માન્યું-ઇડ્યું. બૌદ્ધ, સાંખ્યાદિક, સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગીયા, જોગી, દરવેશ, અનેરા દર્શનીયાતણો કષ્ટ, મંત્ર, ચમત્કાર દેખી, પરમાર્થ જાણ્યા વિના ભુલાયા, મોહ્યા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવત્સરી, હોળી, બળેવ, માહિપૂનમ, અજા-પડવો, પ્રેત-બીજ, ગૌરી-ત્રીજ, વિનાયક ચોથ, નાગ-પંચમી, ઝીણલા-છઠ્ઠી, શીલ-સાતમી, ધૃવ-આઠમી, નૌલી-નવમી, આહવા-દશમી, વ્રત-અગ્યારશી, વચ્છ–બારશી, ધનતેરશી, અનંત-ચઉદશી, અમાવસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ નૈવેદ્ય કીધાં. નવોદક, યોગ, ભોગ, ઉતારણાં કીધાં, કરાવ્યાં, અનુમોદ્યા. પીંપળે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં, ઘર બાહિર ક્ષેત્રે, ખલે, કૂવે, તળાવે, નદીએ, દ્રો, વાવીએ સમુદ્ર, કુંડે, પુજહેતુસ્નાન કીધાં, કરાવ્યાં, અનુમોદ્યા, દાન દીધાં. ગ્રહણ, શનૈશ્ચર, માહ માસે નવરાત્રિએ ન્હાયાં. અજાણતા થાપ્યાં, અનેરા વ્રત વ્રતોલાં કીધાં, કરાવ્યાં. વિતિગિચ્છા” = ધર્મ સંબંધીયા ફલતણે વિષે સંદેહ કીધો. જિન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગનાદાતાર ઇસ્યા, ગુણ ભણીન માન્યા, ન પૂજ્યા. મહાસતી-મહાત્માની, ઈહલોક પરલોક સંબંધીયા ભોગવાંછિત પૂજા કીધી. રોગ, આતંક કષ્ટ આબે પણ વચન ભોગ માન્યા, મહાત્માના ભાત, પાણી, મળ, શોભાતણી નિંદા કીધી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વી તણી પૂજા પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી. દાક્ષિણ્ય લગે તેમનો ધર્મ માન્યો, કીધો.
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy