________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૧૭
શ્રી સમ્યક્ત્વ વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી, મિચ્છામિ દુક્કડં. (૩)
પહેલેથૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત પાંચ અતિચારવહબંધછવિચ્છેએ. (૧) દ્વિપદ, ચતુષ્પદ પ્રત્યે રીસ-વશે ગાઢો ઘાવ ઘાલ્યો, ગાઢ બંધને બાંધ્યો, અધિક ભાર ઘાલ્યો. નિલંછન કર્મ કીધાં. ચારાપાણી તણી વેળાએ સારસંભાળ ન કીધી. લેહણે દેહણે કિણહિ પ્રત્યે લંઘાવ્યો, તેણે ભૂખે આપણે જમ્યા. કન્ડે રહી મરાવ્યો. બંદીખાને ઘલાવ્યો. સળ્યાં ધાન્ય તડકે નાખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાવર્યા. ઈંધણ, છાણાં અણશોધ્યાં બાળ્યાં. તે માંહિ સાપ, વિંછી, ખજૂરા, સરવલા, માંકડ, જુઆ, ગીંગોડા સાહતાં મૂઆ,દુહવ્યા, રૂડે સ્થાનકેન મૂક્યા. કીડી મંકોડીનાં ઈંડાંવિછોહ્યાં, લીખ ફોડી, ઉહી, કીડી, મંકોડી, ધીમેલ, કાતરા, ચુડેલ, પતંગીયા, દેડકાં, અળસીયાં, ઇયળ, કુંતા, ડાંસ, મસા, બગસરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણઠ્ઠા. માળા હલાવતાં, ચલાવતાં પંખી, ચકલાં, કાગતણાં ઈંડાં ફોડ્યા. અનેરા અકેંદ્રિયાદિક જીવ વિણાસ્યા, ચાંપ્યા, દુહવ્યા. કાંઈ હલાવતાં, ચલાવતાં, પાણી છાંટતાં, અનેરા કાંઈ કામકાજ કરતાં, નિર્ધ્વસપણું કીધું, જીવરક્ષા રૂડી ન કીધી. સંખારો સૂકવ્યો. રૂડું ગળણું ન કીધું. અણગળ પાણી વાપર્યું. રૂડી જયણા ન કીધી. અણગળ પાણીએ ઝીલ્યા, લુગડાં ધોયાં. ખાટલા તડકે નાખ્યા, ઝાટક્યા. જીવાકુલ ભૂમિ લીંપી. વાશી ગાર રાખી. દળણે, ખાંડણે, લીંપણે રૂડી જયણા ન કીધી. આઠમ ચઉદશના નિયમ ભાંગ્યા.ધૂણી કરાવી. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન,વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૧)
બીજે સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત પાંચ અતિચારસહસા રહસ્સેદારે.(૨) સહસાત્કારે કુણહી પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું. સ્વદારા