________________
૧૧૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(આ સૂત્ર ગુરૂ ક્ષમાપનારૂપ હોવાથી ચરવળાવાળાએ ઉભા થઈ જવું જોઈએ.) (ચરવળો હોય તો ઉભા થઈને અડધું અંગ નમાવી હાથ જોડીને બોલે, નહીં તો બેસીને બોલે)
અતિચારોને સંક્ષેપમાં સમજાવતું સૂત્ર a ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
સંવચ્છરી આલોઉં? / 6 A C ઇચ્છ, આલોએમિ.
જો મે સંવચ્છરીઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્મત્ત, ઉમ્મગ્ગો, અપ્પો,
અકરણિજ્જો દુઝાઓ, દુવિચિતિઓ, આણાયારો, અણિચ્છિઅવ્વો, અસાવગપાઉન્ગો, નાણે, દંસણે,
ચરિતાચરિત્તે, સુએ, સામાઈએ, તિહ ગુત્તીર્ણ, ચહિં કસાયાણં, પંચહમણુવ્રયાણ, તિહં ગુણવયાણું, અહિં સિખાવયાણ, બારસવિહસ્સ સાવગ ધમ્મક્સ,
જં ખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. હે ભગવન્! મેં સંવત્સરી (વર્ષ) સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉસૂત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકથ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્બાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કષાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય જે વિરાધ્યું હોય, તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.