________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવિરભાસાએ, જંકિંચિ મઝ વિણયપરિહીણું
સહુમં વા બાયર વા તુલ્મે જાણહ અહં ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
૧૧૧
હે ભગવન ! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, સંવત્સરી (વર્ષ)ના અપરાધને ખમાવવા માટે ઉપસ્થિત થયો છું. (ગુરૂ આજ્ઞા આપે.) આજ્ઞા પ્રમાણ છે. સંવત્સરી દિવસના અપરાધને ખમાવું છું.
જે કોઈ ભોજનને વિષે, પાણીને વિષે, વિનયને વિષે, વૈયાવચ્ચને વિષે, એકવાર બોલવાથી, વારંવાર બોલવાથી, ગુરૂથી ઉંચે આસન બેસવાથી, ગુરૂની સમાન આસને બેસવાથી, ગુરૂ બોલતા હોય ત્યારે વચ્ચે બોલવાથી, ગુરૂએ કહેલી વાત ને વધારીને કહેવાથી, અપ્રીતિ ભાવ કે વિશેષ અપ્રીતિ ભાવ ઉપજાવ્યો હોય એવી રીતે જે કાંઈ પણ નાનું કે મોટું, મારાથી વિનય રહિતપણું થયું હોય, જે તમે જાણો છો, હું જાણતો નથી તે મારું દુષ્કૃત્ય (અપરાધ) મિથ્યા થાઓ.
આ સૂત્ર લઘુ ગુરૂવંદન સૂત્ર કહેવાય છે. આ જગતમાં ગુરૂ મહારાજ સિવાય તીર્થંકર ભગવંતોને તેમજ તેમના ધર્મને તથા શાસ્ત્રોને ઓળખાવનાર બીજું કોઈ સાધન નથી જ. માટે તે ઉપકારના બદલામાં તેમની સારસંભાળ અને બહુમાનના પ્રશ્નો પુછી તેમની અગવડો દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સર્વજ્ઞ કથિત ધર્મનું મૂળ વિન છે. તેનાથી ગ્રહણ કરવા યોગ્ય અને આચરવા યોગ્ય, બંને પ્રકારની શિક્ષા પ્રાપ્ત થાય છે કે જે પરિણામે અવિચલ મુક્તિસુખને આપનારી છે. તેથી મોક્ષસુખ કે નિર્વાણનું સુખ ઈચ્છનાર સાધકે ગુરુનો વિનય દરેક પ્રકારે નિરંતર કરવો જોઈએ. ગુરુનો યથાર્થ વિનય નહીં કરનાર પોતાની સાધનાના ફળથી ભ્રષ્ટ થાય છે અને માનવભવ આદિ અમૂલ્ય સામગ્રીને હારી જાય છે. આ કારણે ગુરુને વંદન કરતા રાઈ, દેવસિ, પાક્ષિક, ચાતુર્માસિક અને સંવત્સરી પ્રતિક્રમણમાં થયેલા અપરાધોની આલોચના કરતા ગુરુ-ખામણા-સૂત્ર અથવા અબ્બુદ્ઘિઓમિ સૂત્ર બોલીને ગુરુને ખમાવવાનો વિધિ છે.