________________
૧૧૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથીને? (ગુરુ કહે- “એવં '=એમ જ છે) (૫) (શિષ્ય કહે) – હે ક્ષમાશ્રમણ ! મારો વર્ષ સંબંધી જ કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે “અહમપિ ખામેમિ તુમ - હું પણ તને ખમાવું છું.) (૬) આવશ્યક ક્રિયા માટે હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું વર્ષ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. હે ક્ષમાશ્રમણ !) જે કંઈ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર ( કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
(‘અભુદ્ધિઓમિ' સૂત્ર ગુરૂ ક્ષમાપનારૂપ હોવાથી ચરવળાવાળાએ ઉભા થઈ જવું જોઈએ.)
ગુરુની સમક્ષ કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા સ્વરૂપ સૂત્ર
ઇચ્છાકારેણ
સંદિસહ ભગવન્! સંબુદ્ધા, ખામણેણં અભુઠ્ઠિઓમિ અભિતર સંવછરીઅં ખામેઉં? ઇચ્છે' ખામેમિ સંવચ્છરીએ.
(ચરવળા કે કટાસણા ઉપર જમણો હાથ સ્થાપી) બારમાસાણં, ચોવીસ પખાણ,
ત્રણસો સાઠ રાઈદિવસાણં, જંકિંચિ અપત્તિ પરપત્તિએ, ભત્ત, પાણે, વિણએ,