________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૦૧
સમ્મદિઠ્ઠી જીવો, જઈ વિહુ પાવં સમાયરે કિંચિ, અપ્પો સિ હોઈ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. (૩)
સમ્યગદષ્ટિ (સમ્યકત્વી) જીવજો કે કંઈ પાપ કરે, તો પણ તેને કર્મનો બંધ ઓછો (અલ્પ) થાય છે, કારણકે (ત) નિર્દયપણે (ક્યારેય) પાપકરતો નથી. (૩૬)
તં પિ હુ સપડિક્કમણું, સપ્તરિઆવે સ ઉત્તરગુણ ચ, ખિપ્પ વિસામેઈ, વાહિબ સુ સિદ્ધિઓ વિજો. (૩૭).
પાછા ફરવાથી યુક્ત, પશ્ચાતાપ કરવાથી યુક્ત, ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત કરવાથી યુક્ત એવો શ્રાવક, જેમ સારી રીતે શીખેલો વૈદ્ય વ્યાધિને ઉપશમાવે છેતેમનિશ્વયથી તે અલ્પકર્મના બંધને પણ શીધ્રપણે ઉપશમાવેછે. (૩૭)
જહા વિસં કુટ્ટગયું, સંત મૂલ વિસારયા, વિજા હણંતિ મંતેહિ, તો તે હવઈ નિવિસં. (૩૮)
એવં અવિહં કમ્મ, રાગ દોસ સમક્રિએ, આલોખંતો અ નિંદંતો, ખિપ્પ હણઈ સુસાવઓ. (૩૯)
મંત્ર અને જડીબુટ્ટીના જાણકાર વૈદ્યો જેમ શરીરમાં વ્યાપેલા ઝેરનો મંત્રો (અને જડીબુટ્ટીઓ)થી નાશ કરે છે, તેથી તે ઝેર વગરનું થાય છે, તેમ ગુરૂની પાસે આલોચના કરતો અને આત્મસાક્ષીએ નિંદા કરતો સુશ્રાવક રાગદ્વેષથી બાંધેલ આઠ પ્રકારના કર્મનો જલ્દી નાશ કરે છે. (૩૮,૩૯)
કયપાવો વિ મણુસ્સો, આલોઇઅ નિંદિઅ ગુરુસગાસે, હોઈ અઈરેગ લહુઓ, ઓહરિએ ભવ્વ ભારવહો. (૪૦) આવસ્ય એણ એએણ, સાવઓ જઈ વિ બહુરઓ હોઇ દુખાણ મંત કિરિઍ, કાહી અચિરણ કાલેણ. (૪૧)