________________
૧૦૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જેમ ભાર ઉપાડનાર (મન્નુર આદિ) ભાર ઉતારીને હળવો થાય છે, તેમ પાપ કરનારો મનુષ્ય પણ ગુરૂભગવંતની પાસે પાપ આલોચીને અને આત્મસાક્ષીએ નિંદા કરીને અત્યંત હલકો (હળવો) થાય છે. (૪૦) શ્રાવક કદાચ ઘણા પાપ વાળો હોય (તો પણ) આ (પ્રતિક્રમણ) આવશ્યકથી થોડાજ સમયમાં દુઃખો નાશ કરશે. (૪૧)
(વિસ્મૃત થયેલા અતિચાર) આલોયણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણ કાલે, મૂલગુણ ઉત્તરગુણે, તં નિંદે તં ચ ગરિહામિ. (૪૨)
પ્રતિક્રમણ આવશ્યક સમયે મૂળ ગુણ અને ઉત્તર ગુણને વિષે જે અનેક પ્રકારની આલોચના યાદ ન આવી હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું ને ગુરૂસાક્ષીએ ગહ (વિશેષનિંદા) કરુંછું. (૪૨)
(પછી ઊભા થઈને અથવા જમણો ઢીંચણ નીચે કરી બોલવું) (પાપોની નિંદા કરતા કરતા આત્મા હલકો થયો હોવાથી આરાધના માટે ઊભા થવું)
(ચોવીસે જિનોને વંદન)
તસ્સ ધમ્મસ કેવલિ પન્નત્તસ્સ
અમ્મુઢિઓમિ આરાહણાએ, વિરઓમિ વિરાહણાએ, તિવિહેણ પડિક્સંતો, વંદામિ જિણે ચઉવ્વીસં. (૪૩)
તે કેવળી ભગવંતે ઉપદેશેલ ધર્મની આરાધના માટે હું ઉભો (તત્પર) થાઉં છું, તે ધર્મની વિરાધનાથી અટક્યો છું અને મન, વચન, અને કાયાથી થતા પાપોથી પાછો ફરતો હું ચોવીશ જિનેશ્વરોને વંદન કરું છું. (૪૩)
(‘અભ્યુઢિઓમિ’ બોલતાં ઊભા થઈને યોગ મુદ્રાએ શેષ સૂત્ર બોલવું.) (સર્વ ચૈત્ય વંદન)
જાવંતિ ચેઇઆઇ, ઉદ્ધે અ અહે અ તિરિઅલોએ અ, સવ્વાઈ તાઈ વંદે, ઇહ સંતો તત્વ સંતાઇ. (૪૪)