________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(=દેવાની બુદ્ધિએ પારકી વસ્તુ પોતાની કહેવાથી અને નહિ દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુ પારકી કહેવાથી) ૪-ક્રોધ, ઈર્ષ્યા અને ગર્વ કરીને નિશ્ચે દાન આપવાથી અને ૫- મુનિને ગોચરીનો વખત વીતી ગયે તેડવા જવાથી. ચોથા ‘અતિથિ-સંવિભાગ' નામના શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોને હું નિંદુ છું. (૩૦)
°°
જ્ઞાનાદિમાં જેનું હિત છે, એવા સુવિહિતોને વિષે, વ્યાધિથી પીડાયેલા, તપ વડે દુર્બળ અને તુચ્છ ઉપાધિવાળા દુઃખીને વિષે, તેમજ ગુરુ નિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે અથવા વસ્ત્રાદિકથી સુખી, રોગાદિકથી દુઃખી, એવા અસંયતીપાસત્થા (છ જીવ નિકાયનો વધ કરનાર) જીવો ઉપર રાગથી અથવા દ્વેષથી જે (અન્ન આદિ આપવા રૂપ) અનુકંપા (દયા) થઈ હોય, તેને હું નિંદું છું અને ગુરુ સાક્ષીએ ગહ (વિશેષનિંદા) કરું છું. (૩૧)
નિર્દોષ આહાર વગેરે હોવા છતાં તપ, ચરણ સિત્તરી અને કરણ સિત્તરીથી યુક્ત એવા સાધુઓ વિષે દાન કર્યું ન હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગર્હા કરું છું. (૩૨)
(સંલેષણાના અતિચાર)
ઇહલોએ, પરલોએ, જીવિઅ મરણે અ આસંસ પઓગે, પંચવિહો અઇયારો, મા મજ્જ હુÆ મરણંતે. (૩૩)
૧- આલોક (ધર્મના પ્રભાવથી આલોકમાં સુખી થવાની ઈચ્છા કરવી) સંબંધી ૨- ૫૨-લોક (ધર્મના પ્રભાવથી પરલોકમાં દેવ-દેવેન્દ્ર વગેરે જેવા સુખ મળે એવી ઈચ્છા કરવા) સંબંધી ૩- જીવિત (અનશન આદિ તપને લીધે સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવા) સંબંધી ૪- મ૨ણ (અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની ઈચ્છા ક૨વા) સંબંધી અને ૫- કામભોગની વાંચ્છા (આશંસા) કરવી, એ સંલેષણાના પાંચ પ્રકારના અતિચાર (માંથી એક પણ) મને મરણાંત સુધી ન હોજો . (૩૩)
(ત્રણ યોગ વડે સર્વ વ્રતના અતિચાર)
કાએણ કાઇઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએ, મણસા માણસિઅસ્સ, સવ્વસ્ટ વયાઇ આરમ્સ. (૩૪)