________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અનર્થદંડ વિરમણ ગુણવ્રત)માં લાગેલા દિવસ સંબંધી (સર્વ અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૨૪) જયણા વિના (અળગણ પાણીથી) ૧- ન્હાવું ર- પીઠી વગેરે ચોળી, મેલ ઉતારવો ૩- અબીલ, ગુલાલ વગેરેથી રંગ કરવો ૪-કેશર-ચંદનથી વિલેપન કરવું પ-વાજીંત્રના શબ્દો સાંભળવાં ૬- રૂપનિરખવાં ૭ - અનેક રસનો સ્વાદ કરવો ૮- અનેક જાતના સુગંધી પદાર્થો સુંઘવા ૯-વસ્ત્ર, આસન અને ઘરેણામાં આસક્તિ કરવાથી તથા આરંભ કરવાથી દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારોને પડિક્કામું છું. (૨૫) ૧-કંદર્પ= વિકાર વધે તેવી વાતો કરવી ૨- કીકુચ્ચ = કામ ઉત્પન્ન કરનારી કુચેષ્ટા કરવી ૩-મૌખર્ય = મુખથી હાસ્યાદિક દ્વારા જેમ તેમ બોલવું ૪- સંયુક્તાધિકરણ = પોતાના ખપ (જરૂર) કરતાં વધારે શસ્ત્રો મેળવવાં પ- ઉપભોગ-પરિભોગાતિરિક્તતા = ઉપભોગ તથા પરિભોગમાં વપરાતી ચીજો ખપ (જરૂર) કરતાં વધારે રાખવી, આ પાંચ પ્રકારના ત્રીજા અનર્થદંડ વિરમણવ્રત ને વિષે જણાવ્યાં છે. તેમાં મને જે દોષ લાગ્યો હોય, તેને હું નિંદુછું. (૨)
| (સામાયિક વ્રત વિષેના અતિચાર) તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સઈ વિણે, સામાઇઅ વિતહ કએ, પઢમે સિખાવએ નિંદે. (૨૭)
૧-મનનું દુષ્ટ પ્રણિધાન ૨- વચનનું દુષ્ટ પ્રણિધાન ૩- કાયાનું દુષ્ટ પ્રણિધાન (વ્યાપાર) ૪- અવિનય પણે (બે ઘડી કરતાં વહેલું) સામાયિક કરવું ૫) યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવા સ્વરૂપ સ્મૃતિભ્રંશ, આ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય તો તે પહેલાં સામાયિક શિક્ષાવ્રતને વિષે લાગેલા પાંચ અતિચારોમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું. (૨૭)
(દેશાવગાસિક વ્રતના અતિચાર) આણવણે પેસવણે, સદે રૂવે આ પુગ્ગલખેવે, દેસાવગા સિઅમિ, બીએ સિદ્ધાવએ નિંદે.(૨૮).