________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સંક્ષિપ્ત પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર
સવ્વસ્ટ વિ, દેવસિઅ, દુચિંતિઅ, દુખ્માસિઅ, દુચ્ચિટ્ટિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇચ્છું, તસ્સ મિચ્છા મિ દુક્કડં. (૧)
૮૭
સર્વેય દિવસ સંબધીના સાવઘ વિચારો, સાવઘ ભાષા અને સાવઘ કાયચેષ્ટા, એ સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
અહિં સર્વે એટલે ફક્ત કાયા નહીં, પણ મન, વચન, કાયારૂપી ત્રિકરણ દોષોનું મિચ્છામિદુક્કડં.
આ સૂત્ર સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત દેવસિઅ પ્રતિક્રમણરૂપે છે. સવ્વસવિ =સવ્વ (દેવસિઅ દુઍિંતિય, દુમ્ભાસિઅ, દુચ્ચિઢિઅ) સવિ.
સાવદ્ય પાપો ઉપર ઉપરથી ધ્યાનમાં નહીં લઈને, પણ સર્વેય લેવા. વળી સવ્વ એટલે મન, વચન અને કાયાસર્વેના સાવદ્ય પાપોનું મિચ્છામિ દુક્કડં
(પછી જમણો ઢીંચણ ઉંચો કરીને નીચે પ્રમાણે કહેવું.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં,
નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સન્વેસિં, પઢમં હવઇ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ ક૨ના૨ છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)