________________
८५
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
છઢે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે વૈશુન્ય, પંદરમે રતિ અતિ, સોળમે પરપરિવાદ, સત્તરમે માયા મૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય.
એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે કે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યું હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
૧- જીવ હિંસા કરવી- તે પ્રાણાતિપાત; ૨- અસત્ય વચન બોલવું- તે મૃષાવાદ; ૩- ચોરી કરવી- તે અદત્તાદાન; ૪- કામ-વિષય સેવન- તે મૈથુન; પ-ધન-ધાન્ય આદિની મમતા- તે પરિગ્રહ; ૬- ગુસ્સો કરવો- તે ક્રોધ; ૭– અહંકાર કરવો- તે માન; ૮-કપટ-પ્રપચ ક૨વું- તે માયા; ૯-સંગ્રહવૃત્તિ-અસંતોષ- તે લોભ; ૧૦– (પ્રીતિ) મોહ રાખવો-તે રાગ; ૧૧- અરૂચિ (તિરસ્કાર) રાખવી- તે દ્વેષ; ૧૨- કજીયો ક૨વો– તે કલહ; ૧૩- ખોટું આળ દેવું- તે અભ્યાખ્યાન; ૧૪- ચાડી ખાવી- તે પૈશુન્ય; ૧૫- સુખ આવે ત્યારે હર્ષ ક૨વો- તે રતિ; દુઃખ આવે ત્યારે શોક કરવોતે અતિ; ૧૬- પારકી નિંદા કરવી- તે પરપરિવાદ; ૧૭- કપટ પૂર્વક જુઠ્ઠું બોલવું- તે માયા-મૃષાવાદ અને ૧૮- દેવ-ગુરૂ અને ધર્મ ઉપર અશ્રદ્ધારૂપ ડખલ- તે મિથ્યાત્વ-શલ્ય કહેવાય છે.
આ અઢાર પાપસ્થાનકમાંથી મારા જીવે જે કોઈ પાપ સેવ્યુ હોય, બીજા પાસે સેવરાવ્યુ હોય અને સેવનારની પ્રશંસા (અનુમોદના-તારીફ) કરી હોય, તે સર્વ પ્રકારના – (કરણ-કરાવણ-અનુમોદનરૂપ) પાપ ખરેખર મનથી, વચનથી કે કાયાથી આચર્યા હોય તેસર્વમારા પાપમિથ્યા થાઓ. (નિષ્ફળ થાઓ.)
જેનું સેવન કરવાથી અથવા જે ભાવોમાં રહેવાથી પાપો બંધાય, તે પાપસ્થાનક છે. તેવા અઢાર પાપ સ્થાનકોની સંખ્યા આ સૂત્રમાં બતાવવામાં આવી છે. આ પાપસ્થાનકો ધર્મ અને નીતિના સાર–નિચોડરૂપ છે.