________________
૮૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું =એમ જ છે) (૫) (શિષ્ય કહે) – હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે “અહમપિ ખામેમિ તુમ-હું પણ તને ખમાવું છું.) (૬) આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. (હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર (કુડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરૂસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
આલોચના પ્રતિક્રમણરૂપ ક્રિયામાં પ્રવેશતા પહેલા ગુરૂવંદન - વાંદણા, પ્રવેશ સૂચક છે. અને પ્રતિક્રમણ ક્રિયાનું સ્વતંત્રપ્રíજન અને પ્રતિલેખના સૂચક છે.
ચોથું આવશ્યક પ્રતિક્રમણ (ચરવળો હોય તો ઉભા થઈને અડધું અંગ નમાવી હાથ જોડીને બોલે, નહીં તો બેસીને બોલે)
વ્રતોમાં લાગેલ અતિચારની આલોચના સાથે ક્ષમાયાચના
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! જ દેવસિઅં આલોઉં?
ઇચ્છ, આલોએમિ હે ભગવંત ! આપ આજ્ઞા આપો, દિવસ સંબંધી લાગેલા પાપોની આલોચના કરું. આજ્ઞા છે. આલોચના કરો.