SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ८3 દરેક પાપોનું કથન જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્મત્તો, ઉમ્મગ્ગો, અપ્પો, અકરણિજો, દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારો, અણિચ્છિઅવો, અસાવગપાઉન્ગો, નાણે, દંસણ, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણં, પંચહમણુવ્રયાણ, તિર્ણ ગુણવ્રયાણું, ચણિયું સિખાવયાણું, બારસવિહસ્સ સાવગ ધમ્મસ્સ, જં ખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડ. મેં દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉસૂત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકથ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્બાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કષાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય જે વિરાધ્યું હોય, તે સંબંધી માર્દુષ્કૃત્યમિથ્યા થાઓ. આ સુત્રનું બીજું નામ “અતિચાર આલોચના સુત્ર' પણ છે. જે કારણોથી કે કષાયોના ઉદયથી થયેલા સર્વ અતિચારો માટે સાધકે અત્યંત દિલગીર થવાનું છે અને ફરી તેવું ન કરવાના ભાવ સાથે ‘તસ્સ મિચ્છા મિ દુક્કડતે શબ્દો બોલવાના છે. આ સત્રમાં પાંચ આચારોના અતિચારોના આલોચન તથા પ્રતિક્રમણમાં મિચ્છા મિ દુક્કડં દઈ વિશેષ શુદ્ધિરૂપ સામાયિક માટે કાયોત્સર્ગ કરવાનો છે.
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy