________________
૭૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે – ૧. કાળ-જે કાળે ભણવાની આજ્ઞા હોય તે કાળે ભણવું. ૨. વિનય – જ્ઞાન અને જ્ઞાનીનો વિનય સાચવવો તે. ૩. બહુમાન – જ્ઞાની તથા જ્ઞાન ઉપર અંતરનો પ્રેમ કરવો તે. ૪. ઉપધાન– સૂત્રો ભણવા માટેતપ વગેરે કરવો તે. ૫. અનિહ્નવતા –ભણાવનાર ગુરૂને ઓળખવા તે ૬ . વ્યંજન–સૂત્રો શુદ્ધ ભણવા તે. ૭. અર્થ – અર્થ શુદ્ધ ભણવા તે. અને ૮. તદ્દભય – સૂત્ર અને અર્થ બંને શુદ્ધ ભણવા તે. (વ્યંજન અને અર્થ બંને) (૨)
દર્શનાચાર આઠ પ્રકારનો છે - ૧. નિઃશંકિતા- વીતરાગના વચનમાં શંકા ન કરવી તે. ૨. નિષ્કાંક્ષિતા- જિનમત વિના બીજા મતની ઈચ્છા ન કરવી તે. ૩. નિર્વિચિકિત્સા – પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોના મલ મલિન વસ્ત્ર કે દેહ દેખીને દુર્ગંછા ન ક૨વી તે અથવા ધર્મના ફળમાં સંદેહ ન લાવવો તે. ૪. અમૂઢદષ્ટિતા – મિથ્યાત્વીઓના ઠાઠમાઠ દેખી સત્યમાર્ગમાં ડામાડોળ ન થવું તે. ૫. ઉપબૃહણા – સમકિતધા૨ીના થોડા ગુણના પણ વખાણ કરવા. ૬. સ્થિરીકરણ – ધર્મ નહીં પામેલાને અને ધર્મથી પડતા જીવોને સ્થિર કરવા. ૭. વાત્સલ્ય – સાધર્મિક ભાઈઓનું અનેક પ્રકારે હિત ચિંતવવું તે. અને ૮.પ્રભાવના-બીજાલોકો પણ જૈન ધર્મની અનુમોદના કરેતેવા કાર્યો કરવા તે. (૩) ચારિત્રાચાર આઠ પ્રકા૨નો જાણવો - પાંચ સમિતિ (ઇર્યા, ભાષા, એષણા, આદાન ભંડમત્ત નિક્ષેવણા અને પારિષ્ઠાપનિકા સમિતિ) અને ત્રણ ગુપ્તિથી (મન, વચન, કાયા)ની એકાગ્રતા અથવા ચિત્તથી સમાધિપૂર્વક-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન (કરવું તે) . (૪) તપાચારના બાર પ્રકાર - શ્રી તીર્થંકર ભગવંતે પ્રરૂપેલ (છ પ્રકારના) અત્યંતરતપ અને (છ પ્રકારના) બાહ્યતપ રૂપ બાર પ્રકારના તપના વિષયમાં ખેદરહિત (તેમજ) હું તપ કરું તો આજીવિકા ચાલે એવી આજીવિકાની ઈચ્છારહિતનું (જે આચરણ) તે તપાચાર છે. (૫) બાહ્યતપ છ પ્રકારે છે - ૧. અનશન-બીયાસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરે તપ તે. ૨. ઉણોદરી- નિયત ભોજન પરિમાણથી (માપથી) ઓછું લેવું તે. ૩. વૃત્તિસંક્ષેપ- જરૂરિયાત ઓછી રાખવી તે. ૪. રસ ત્યાગ- ઘી, દૂધ, દહીં આદિ વિગઇનો ત્યાગ કરવો તે. ૫. કાયકલેશકાયાને દમવી તે અને ૬. સંલીનતા - વિષય વાસના રોકવી અથવા અંગોપાંગ સંકોચવા તે. (૬)