________________
૬૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સિદ્ધ ભગવંતોની સ્તુતિ
સિદ્ધાણં બુદ્ધા,
પાર ગયાણં પરંપર ગયાણ, લોઅષ્ણ અવગયાણ, નમો સયા સવ્વસિદ્ધાણં (૧)
- વર્ધમાન સ્વામીને વંદન જો દેવાણ વિ દેવો, જં દેવા પંજલી નમસંતિ,
તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીરે (૨) ઇક્કો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વદ્ધમાણમ્સ, સંસારસાગરાઓ, તારેઇ નર વ નારિ વા (૩)
ગિરનાર તીર્થના અધિપતિ નેમિનાથ પ્રભુની વંદના ઉર્જિત સેલ સિહરે, દિખા નાણે નિસહિયા જલ્સ, તે ધમ્મ ચક્રવટ્ટિ, અરિટ્ટનેમિં નમંસામિ (૪)
અષ્ટાપદ, નંદિશ્વર તીર્થોની સ્તુતિ ચત્તારિ અટ્ટ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસ
પરમટ્ટ નિટ્રિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ (૫) જેઓએ બંધાયેલ કર્મનો નાશ કર્યો છે, પોતાની મેળે બોધ પામેલા છે, સંસાર સમુદ્રનો પાર પામેલો છે, ગુણસ્થાનકના ક્રમે (અનુક્રમે) મોક્ષ પહોંચેલા (અને) લોકના અગ્રભાગે પહોંચેલા છે, એવા સર્વે સિદ્ધોને હું નમસ્કાર કરું છું. (૧) જેદેવોના પણ દેવ છે અને જેઓને દેવતાઓ વિનયપૂર્વક હાથ જોડી નમસ્કાર કરે છે, તેવા ઇન્દ્રોથી પૂજાયેલ, શ્રી મહાવીરસ્વામીને હું મસ્તકથી વંદું છું. (૨) જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાનસ્વામીને (કરેલો) એક નમસ્કાર પણ પુરુષને કે સ્ત્રીને સંસારસમુદ્રથી તારે છે. (૩) ગિરનાર પર્વતના શિખર ઉપર જે (ભગવંત)ના દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને મોક્ષ (નિર્વાણ) કલ્યાણક થયા છે, તે ધર્મચક્રવર્તી શ્રી અરિષ્ટનેમિ ભગવાનને હું નમસ્કાર કરું છું. (૪)