________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૬૩
બાર, આઠ, દશ (અને) બે, એમ વંદના કરાયેલા, જેઓના કાર્યો પરમાર્થથી સિદ્ધથયા છે એવા) સિદ્ધ થયેલા ચોવીશ તીર્થકરો મને સિદ્ધિ પદ આપો.(૫)
જે તીર્થકરોએ તીર્થ પ્રવર્તાવી જગત ઉપર પરમ ઉપકાર કર્યો છે, તેની આરાધના નિમિત્તે ચૈત્યવંદન આદિ સૂત્રો બોલી, સાક્ષાત તીર્થકરોના જીવોએ સર્વેની પણ સ્તવના કરી છે. જે તીર્થંકરો આજે સિદ્ધ સ્વરૂપે વિદ્યમાન છે. તેની અને તેના જેવા પવિત્રસિદ્ધ પરમાત્માઓની સાક્ષાત શબ્દોમાં સ્તુતિ કરવાની ખાસ જરૂરિઆત રહે છે.
શાસનરક્ષક સમ્યગદષ્ટિ દેવોના સ્મરણ દ્વારા ધર્મમાં સ્થિરતાની માંગણી
વૈયાવચ્ચ ગરાણે સંતિ ગરાણ સન્મ દિઢિ સમાહિ ગરાણ
કરેમિ કાઉસ્સગ્ગ (1)
વૈયાવચ્ચનાં કરનાર, શાંતિનાં કરનાર (અને) સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ દેનારદેવોને (આશ્રયીને) હુંકાર્યોત્સર્ગ કરું છું. (૧)
શાસન પર ભક્તિવાળા સમ્યગદષ્ટિ દેવોને શાસન દેવ કહેવામાં આવે છે. આ દેવો નિરંતર ભક્તિ કરતા રહે છે. સંઘમાં ઉપદ્રવ ફેલાતા તેનું નિવારણ કરીને શાંતિ સ્થાપે છે. અને સંઘમાં દુઃખ આવે તો ટાળવાનો નિરંતર પ્રયત્ન કરે છે. આ રીતે શાસન દેવોને યાદ કરવામાં સંઘની સુરક્ષિતતા, શાંતિમય વાતાવરણ તથા વૈયાવૃજ્ય કરનારાઓનું કૃતજ્ઞતાથી સ્મરણ કરવાનો ઉદેશ રહેલો છે.
કાઉસ્સગ્નના ૧૬ આગાર (છૂટનું) વર્ણન અન્નત્થ ઊસસિએણં, નસસિએણં,
ખાસિએણં, છીએણં, | C2 જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧)
સુહુમેહિ અંગ સંચાલેહિ, સુહુમહિ ખેલ સંચાલેહિં, સુહુમહિ દિઢિ સંચાલેહિં. (૨).
એવભાઈ એહિ આગારેહિ, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ()