________________
0
વધતાં પરિણામ સાથે વધતી શ્રદ્ધા, વધતી બુદ્ધિ, વધતી ધીરજ, વધતી ધારણા, વધતી અનુપ્રેક્ષા (વારંવારતત્ત્વની વિચારણા) પૂર્વક હુંકાર્યોત્સર્ગ કરુંછું. (૩)
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગ્ગના ૧૬ આગાર (છૂટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણં, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧)
સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિઠ્ઠિ સંચાલેહિં. (૨) એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩)
જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. (૫)
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ – ઉધરસ આવવાથી,૪- છીંક આવવાથી, ૫ – બગાસુ આવવાથી, ૬ - ઓડકાર આવવાથી, ૭– વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧)
૧૦-સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ૧૧ – ફૂંક-કફનો સંચાર, ૧૨ – દૃષ્ટિનો સંચાર થવાથી. (૨)
આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાન વર્ડ, મૌન વડે, ધ્યાન વડે, વોસિરાવું છું. (૫)
(એક નવકા૨નો કાઉસ્સગ્ગ કરીને, પારીને, સ્નાતસ્યાની ત્રીજી થોય કહેવી.)