________________
૫૯
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પૂજાયેલ, (એવા) (શ્રી શ્રુત) ધર્મના રહસ્યને પામીને કોણ પ્રમાદ કરે ? (અર્થાત્ કોઈ પણ પ્રમાદ ન કરે .) (૩)
હે (જ્ઞાનવંત લોકો) ! સર્વનયથી સિધ્ધ થયેલા એવા શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાન્તને આદર સાથે નમસ્કાર થાઓ. (જેમના હોવાથી) ચારિત્રધર્મમાં હંમેશા સમૃદ્ધિ છે, (જે) વૈમાનિક, ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવના સમૂહથી (હૃદયના) સત્યભાવથી પૂજાયેલા છે. જે (શ્રુતધર્મ)માં ત્રણેય લોકનું જ્ઞાન અને મનુષ્યો તથા અસુરોવાળા ત્રણ લોકરૂપ આ જગત (જ્ઞેય –જાણવા યોગ્ય રૂપે) રહેલું છે. (તે) શ્રુત ધર્મ શાશ્વત વૃદ્ધિ પામો, વિજય પામો. (૪)
પ્રથમ સ્તુતિમાં પ્રથમ નમસ્કાર સર્વ તીર્થંકરોને કરવામાં આવ્યા છે. જેમણે ધર્મનો પ્રચાર પવિત્ર આગમોના – પ્રર્વતન દ્વારા કર્યો છે.
બીજી સ્તુતિમાં શ્રુતનું મહત્વ વર્ણવી તેને નમસ્કાર કરવામાં આવ્યો છે.
ત્રીજી સ્તુતિમાં શ્રુત જ્ઞાનના ગુણોનું વિશેષ વર્ણન ક૨વામાં આવ્યું છે.
ચોથી સ્તુતિમાં શ્રુતને સંયમધર્મનું પોષક તથા ચારિત્ર ધર્મની વૃદ્ધિ કરનારું વર્ણવ્યું છે.
આ સ્તુતિ પૂર્ણ કરીને શ્રુત –ભગવાનનો કાયોત્સર્ગ કરવામાં આવે છે.
શ્રુતસ્તવમાં જૈન શાસ્ત્રોનું સાંગોપાંગસ્વરૂપ, વર્ણનાત્મક અને અદ્દભુત સ્તુતિ કરવામાં આવી છે. પહેલી ગાથામાં દરેક સર્વજ્ઞોની શ્રુતતામાં એકવાક્યતા જ છે. જરા પણ પરસ્પર વિસંવાદ રહેતો નથી તેથી તેમાં સર્વે તીર્થંકરોને નમસ્કાર કર્યા છે. બીજી અને ત્રીજી ગાથામાં શ્રુતજ્ઞાનની મોહ અને અજ્ઞાન નાશ કરવાની શક્તિ વર્ણવી છે.
પ્રભુજીની વંદના કરવા માટે શ્રદ્ધાદિ દ્વારા આલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું વિધાન સુઅસ ભગવઓ, કરેમિ કાઉસ્સગ્ગ (4) વંદણવત્તિઆએ, પૂઅણ વિત્તઆએ,
સક્કાર વત્તિઆએ, સમ્માણ વત્તિઆએ, બોહિલાભ વત્તિઆએ, નિરુવસગ્ગ વત્તિઆએ (૨) સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ (૩)
હે ભગવન્ ! શ્રુતધર્મની આરાધના માટે કાઉસ્સગ્ગ કરું છું. (૧) હું શ્રી અરિહંત ભગવંતની પ્રતિમા (ચૈત્ય) ને વંદન કરવા, પૂજા કરવા, સત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગકરુંછું. (૨)