________________
૫૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(થોય પૂરી થયે ‘નમો અરિહંતાણં’ બોલીને કાઉસ્સગ્ગ પારી લેવો.)
અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર શ્રુતજ્ઞાનરૂપ આગમની સ્તુતિ (શ્રુત સ્તવ)
પુખ્ખર વર દીવઢે, ધાયઈ સંડે અ જંબૂદીવે અ,
ભર હેર વય વિદેહે, ધમ્માઇગરે નમંસામિ. (૧) તમ તિમિર પડલ વિદ્ધ, સણસ્સ સુર ગણ નહિંદુ મહિયસ્સ સીમા ધરમ્સ વંદે, પપ્ફોડિઅ મોહ જાલમ્સ. (૨) જાઇ જરા મરણ સોગ પણા સણસ્સ, કલ્લાણ પુસ્ખલ વિસાલ સુહા વહસ્સ,
(૩)
કો દેવ દાણવ નહિંદ ગણ ચ્ચિઅસ્સ, ધમ્મસ સાર મુવલબ્મ કરે પમાય ? સિદ્ધે ભો ! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવં નાગ સુવન્ન કિન્નર ગણ સજ્જૂઅ ભાવચ્ચિએ, લોગો જત્થ પઇઢિઓ જગમિણં, તેલુક્સ મચ્ચાસુર, ધમ્મો વજ્રઉ સાસઓ વિજયઓ ધમ્મુત્તર વઠ્ઠઉ. (૪)
પુષ્કર નામના સુંદર અર્ધદ્વીપમાં, ધાતકીખંડ ને જંબુદ્રીપમાં (આવેલ) (પાંચ) ભરત, (પાંચ) ઐરાવત અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રમાં (શ્રી શ્રુત) ધર્મની શરૂઆત કરનારા (તીર્થંકર ભગવંતો) ને હું નમસ્કાર કરુંછું. (૧) અજ્ઞાનસ્વરૂપ અંધકારના સમૂહને નાશ કરનાર, દેવતાઓના સમૂહ અને ચક્રવર્તી (રાજા)ઓથી પૂજાયેલ, (આત્માને) મર્યાદામાં રાખનાર અને મોહરૂપી જાળને તોડી નાખનાર એવા (શ્રી સિદ્ધાંત)ને હું વંદન કરુંછું. (૨) જન્મ, ઘડપણ, મૃત્યુ અને શોકનો નાશ કરનાર, કલ્યાણકારી (અને) સંપૂર્ણ વિશાળ (મોક્ષ) સુખને આપનાર, દેવ-દાનવ અને રાજાના સમૂહથી